અમદાવાદ : ગર્ભ પરીક્ષણ કરવુ એ ગેરકાયદેસર ગણવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં ફરી ગેરકાયદે ગર્ભ પરીક્ષણ થવાની કામગીરીનો પર્દાફાશ થયો છે. ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતા તબીબ દંપતી સકંજામાં આવ્યા છે. ડૉ.નિકુંજ શાહ અને ડૉ.મીનાક્ષી શાહને પોલીસે ઝડપી પાડ્યા છે. સાથે જ પોલીસે બંને તબીબની હોસ્પિટલના સોનોગ્રાફી અને અલ્ટ્રા સાઉન્ડ મશીનને સીલ કર્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના બોડકદેવ સોલા વિસ્તારમાં તબીબ તરીકે પ્રેક્ટીસ કરતા ડો. નિકુંજ શાહ અને ડો.મિનાક્ષી શાહ પોતાની ક્લિનીકમાં ગર્ભ પરિક્ષણ કરતા હોવાની જાણકારી અમદાવાદ જીલ્લા આરોગ્ય તંત્રને મળી હતી જેના પગલે આરોગ્ય તંત્રએ ડોક્ટર દંપતીની બે હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા.જેથી આરોગ્ય વિભાગે દરોડા પાડ્યાં હતા. તપાસ દરમિયાન બોડકદેવની વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ ચાલતું હોવાનું જાણવા મળ્યું હતું. તો સોલા રોડ પર આવેલી મધર્સ પ્રાઈડ હોસ્પિટલમાં પણ ગર્ભ પરીક્ષણ ચાલી રહ્યું હતું. જેથી પોલીસે બંને હોસ્પિટલમાંથી સોનાગ્રાફી અને અલ્ટ્રા સાઉન્ડ મશીન સીલ કર્યા છે.
આરોગ્ય તંત્રએ બોડકદેવની વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં તથા સોલા રોડ પર આવેલી મધર્સ પ્રાઈડ હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા અને અલ્ટ્રા સાઉન્ડ મશીન અને બંને હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સીલ કરાયા હતા. તંત્રએ લિંગ આધારિત ગર્ભ પરીક્ષણ કરનારાઓનો પર્દાફાશ કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે હોસ્પિટલમાં 25 હજાર લઈને ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું અને ડૉ.નિકુંજ શાહ અને ડૉ.મીનાક્ષી સામે કાર્યવાહી કરી હતી.