35.1 C
Gujarat
Wednesday, October 9, 2024

ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસમાં આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, જુઓ Video

Share

ગાંધીનગર : ગાંધીનગરના કર્મયોગી ભવનમાં આવેલી ગૌણસેવા પસંદગી મંડળની ઓફીસના બ્લોક-2 ના પહેલા માળે આગ લાગી ગઇ હતી. ગૌણસેવા પસંદગી મંડળની ઓફીસમાં આગ લાગતા કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઇ હતી. તમામ કર્મચારીઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા પણ કર્મચારીઓને બહાર કઢાયા બાદ આગ પર કાબુ મેળવવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by mirchinews (@mirchinews)

મળતી માહિતી અનુસાર, ઘટના અંગે કોલ મળતા ફાયર, પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બીજી તરફ આગની ઘટના બનતા આસપાસના બ્લોકમાં કામ કરતા સરકારી કર્મચારીઓ સહિતના સેંકડો લોકો એકત્ર થયા હતા. જો કે ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હોવાની દાવો કરવામાં આવ્યો છે. અને આ ઘટનામાં મોટી જાનહાનિ થવાની કોઈ જાણકારી પણ સામે આવી નથી.

તંત્ર દ્વારા ઉત્તરવહીઓ જ્યાં રાખવામાં આવે છે એવા સ્ટ્રોંગ રૂમ સુરક્ષીત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉત્તરવહીઓને કોઇ પણ પ્રકારનું નુકસાન નહી થયું હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. જેથી જે પરિક્ષાઓનું આયોજન જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાઇ હતી તેની તમામ ઉત્તરવહીઓ અને સામાન સુરક્ષીત હોવાનો દાવો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles