અમદાવાદ : અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ શાહીબાગમાં આવેલ પોલીસ કમિશનર કચેરી બહાર પોતાના હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.ઘટનાની વિગતવાર વાત કરીએ તો નોબલનગરમાં રહેતો પ્રેમી યુવક પોલીસ કર્મીની દીકરીના પ્રેમમાં છે. જે પ્રેમનો ઇનકાર કરતા પ્રેમિકાની માતા પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા હોવાનું જાણ થતાં પ્રેમી યુવક પોલીસ કમિશનર કચેરી પહોંચીને હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના પૂર્વ વિસ્તાર નોબલનગરમાં રહેતા યુવકે યુવતીને પ્રેમ સંબંધ રાખવા પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ પ્રેમ કરવા પ્રેમિકાએ ઇનકાર કરી દીધો હતો. પ્રેમિકાના માતા પોલીસમાં ફરજ બજાવે છે. ત્યારે એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પોલીસ કમિશનર કચેરીના ગેટ પાસે હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ માધુપુરા પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.