29.1 C
Gujarat
Thursday, October 10, 2024

એક સપ્તાહમાં ત્રણ હાઉસીંગના મકાનોની છત ધરાશયી થવાની દુર્ઘટનાઓ છતાં તંત્ર નિદ્રાધીન

Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં નવા વાડજ, નારણપુરા સહીત સોલા વિસ્તારમાં હાઉસીંગ બોર્ડના અનેક વર્ષો જૂની સોસાયટીઓ જર્જરીત થઇ હોવા છતાં રિડેવલપમેન્ટને લઈને ગુજરાત હાઉસીંગ બોર્ડ અને સરકાર વિરુદ્ધ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે, તાજેતરમાં છેલ્લા એક સપ્તાહમાં નવા વાડજના નંદનવન અને શિવમ એપાર્ટમેન્ટના મકાનોમાં ત્રણ અલગ અલગ દુર્ઘટનાઓમાં સ્લેબ ધરાશાયી થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે ત્રણમાંથી એકેય દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આમ એક સપ્તાહમાં સતત ત્રીજી દુર્ઘટના ઘટી હોવા છતાં તંત્ર હજુ નિદ્રાધીન અવસ્થામાં છે.

પહેલી દુર્ઘટના….નંદનવન એપાર્ટમેન્ટ, નવા વાડજ…
પહેલી દુર્ઘટનામાં નવા વાડજમાં આવેલ નંદનવન એપાર્ટમેન્ટમાં D/17/202 મકાનમાં રસોડામાં અલગ અલગ ભાગે છતનો મોટો હિસ્સો ધરાશયી થયો હતો, જો કે દુર્ઘટના સમયે રસોડામાં કોઈ હાજર નહિ હોવાને કારણે કોઈ જાનહાની થઇ નહોતી, પરંતુ આ ઘટના બાદ પરિવાર અને આજુબાજુમાં રહીશો ભયભીત છે. આ ઘટના બાદ મકાનના માલિક ગોવિંદભાઇનું કહેવું છે કે રિડેવલપમેન્ટ જ એકમાત્ર ઉકેલ છે, સોસાયટી અને હાઉસીંગ બોર્ડ આગળ આવીને લોકોની માંગણીઓ સાંભળવી જોઈએ.

બીજી દુર્ઘટના….શિવમ એપાર્ટમેન્ટ, નવા વાડજ…
બીજી દુર્ઘટનામાં નવા વાડજમાં આવેલ શિવમ એપાર્ટમેન્ટમાં G/75 /895 મકાનમાં ત્રીજે માળ નહિ, પરંતુ બીજે માળ પાછળની સાઈડમાં આવેલ ગેલેરીમાં છતનો મોટો હિસ્સો ધડામ દઈ ધરાશયી થઇ નીચે પડ્યો હતો. જો કે અહીં પણ સદનસીબે નીચે બહાર બેસતા લોકો હાજર નહિ હોવાને કારણે કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ નહોતી. ઘરના માલિક ચિરાગ પટેલનું કહેવું છે કે અમારા શિવમ એપાર્ટમેન્ટની હાલત બહુ ખરાબ છે, આવી એકલી મારા ઘરની હાલત નથી. શિવમ એપાર્ટમેન્ટના દરેક ઘરની હાલત એવી છે અમે માંગણી કરીએ છીએ કે અમારા મકાનો રિડેવલપમેન્ટ માં જાય એવી ગુજરાત હાઉસીંગ બોર્ડ અને સરકારની જોડે અમારી માંગણી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે શિવમ એપાર્ટમેન્ટના દરેક મકાનોની હાલત બહુ ખસતા છે એટલે એક વખત બોર્ડ કે સરકાર અમારા મકાનોની હાલત જોઈ લે.

ત્રીજી દુર્ઘટના…નંદનવન એપાર્ટમેન્ટ, નવા વાડજ…
ત્રીજી દુર્ઘટનામાં નવા વાડજમાં આવેલ નંદનવન એપાર્ટમેન્ટમાં D-20/238 મકાનમાં ત્રીજે માળ બેડરૂમમાં છતનો મોટો હિસ્સો ધડામ દઈ ધરાશયી થઇ નીચે પડ્યો હતો.આ મકાનના માલિક રિતેશ અઢીયોલ જણાવે છે કે દુર્ઘટના સમયે જો હું પાણી પીવા ના ઉભો થયો હોત, જો મારા માથા પર પડ્યો હોત તો હું ના બચ્યો હોત, આવી દુર્ઘટના બીજા કોઈ કુટુંબ સાથે ના બને, કોઈ હોનારત ના થાય માટે મારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે અમારા નંદનવન એપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટને ગુજરાત હાઉસિંગ બોર્ડ ગંભીરતા થી લે.આજે તો હું બચી ગયો છું પણ કદાચ આવી દુર્ઘટના બીજા કોઈ રહીશ સાથે ના બને બધા રહીશો ભય મુક્ત રહી શકે માટે, જેમ બને તેમ હાઉસીંગના ફ્લાઇટોને રિડેવલપમેન્ટ કરવાની મારી સરકારને નમ્ર વિનંતી છે.

તમને જણાવી દઈએ કે આ માત્ર ત્રણ દુર્ઘટના છે, આવી અનેક નાની મોટી છત કે પોપડા પડવાની અનેક દુર્ઘટનાઓ ઘટતી હોય છે. સદનસીબે કોઈ જાનહાની થતી નથી, જેથી હાઉસિંગ બોર્ડ અને સરકારના પેટનું પાણી હાલતું નથી, પરંતુ જો આમ જ ચાલતું રહેશે તો આગામી સમયમાં નારણપુરામાં ભૂતકાળમાં એકતા એપાર્ટમેન્ટમાં ટાંકી તૂટી પડવાની જે દુર્ઘટના ઘટી હતી, તેવું હાઉસીંગના કોઈ પણ ફ્લેટમાં થઈ શકે છે, આવી દુર્ઘટનાઓ બાદ રહીશોમાં ફફડાટનો માહોલ છે, આવું ન બને તે માટે તાત્કાલિક પગલા લેવાની માંગ કરી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles