હોળી ધુળેટી તહેવારને લઈને અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું,
જાહેર રોડ પર રાહદારી, વાહન પર કીચડ-રંગ ફેંકવા પર પ્રતિબંધ,
તહેવારના નામથી પૈસા ઉઘરાવતા વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી થશે. @sanghaviharsh @AjayChoudharyIN
— Ahmedabad Police 👮♀️અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) March 14, 2022
અમદાવાદ : રાજ્યમાં ઘણા દિવસથી કોરોના સાવ સુસ્ત થઈ ગયો છે.અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે હોળી-ધૂળેટીના તહેવાર અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર 28 માર્ચના રોજ હોળી તથા 29 માર્ચના રોજ ધૂળેટી છે. શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે ફોજદારી અધિનિયમ અને 1860ની કલમ 188 મુજબ કાર્યવાહી કરાશે.
આગામી તા.17-03-22 ના રોજ હોળી અને તા.18-02-22 ના રોજ ધુળેટીના તહેવારોની ઉજવણી કરવામાં આવનાર છે. સામાન્ય સંજોગોમાં હોળી ધૂળેટીના તહેવારોની ઉજવણી માટે, લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તાઓ પર મોટી સંખ્યામાં એકત્રીત થતા હોય છે. આ તહેવારોની ઉજવણી દરમ્યાન જાહેર જગ્યાઓએ આવતા જતા રાહદારીઓ તથા વાહનોમાં આવતા જતા લોકો પાસેથી હોળી-ધુળેટીના પૈસા (ગોઠ) ઉઘરાવવા, તેઓ ઉપર રંગ, રંગ મિશ્રિત પાણી, કાદવ અથવા તેલી વસ્તુઓ ફેંકવાની શક્યતાઓ છે.
આવા કૃત્યોથી જાહેર જનતાને અડચણ, ત્રાસ અથવા ઇજા થવાની અથવા જાહેર સુલેહ શાંતિનો ભંગ થવાની શક્યતા નકારી શકાય નહિ. જેથી શહેર વિસ્તારમાં આવા કૃત્યો પર પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે.