35.1 C
Gujarat
Wednesday, October 9, 2024

ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર, ફીમાં કર્યો 10 ટકાનો વધારો

Share

અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠમાં નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર મળ્યા છે. વિદ્યાપીઠે ફીમાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. બે વર્ષ સુધી આ ફી વધારો લાગુ રહેશે. બે વર્ષ બાદ ફરી ફી વધારાની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ વિદ્યાથીઓ માટે બાયોમેટ્રિક હાજરી ફરજિયાત કરાઈ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓની બે વાર હાજરી પુરાશે.

ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ભરત જોષીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષથી અભ્યાસક્રમોની ફીમાં વધારો કરાયો નહોતો. વિદ્યાપીઠની ઇન્ટરનલ રિસીપ્ટ મુજબ મળતી એમાઉન્ટ ખૂબ ઓછી હતી, જેના કારણે અનેક વિદ્યાર્થીલક્ષી કાર્યો અટવાતા હતા. એકસાથે ફીમાં વધુ વધારો વાલીઓ માટે આકારો પડે, એટલે 10 ટકાનો ફી વધારો બે વર્ષ સુધી લાગુ કર્યો છે. બે વર્ષ બાદ કમિટી ફરી ચર્ચા કરશે અને જરૂર લાગશે તો ફી વધારવા અંગે નિર્ણય લેવાશે. ગુજરાત વિદ્યાપીઠને હાલ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન તરફથી સેલેરી અને પેંશન મળે છે. નોન સેલેરી કમ્પોનેન્ટ હવે UGC માંથી વિદ્યાપીઠને મળતું નથી.

બીજી બાજુ, ગુજરાત વિદ્યાપીઠમાં નવા કુલ સચિવ સહિત નવા ટ્રસ્ટી મંડળ અને બોર્ડ ઓફ ગવર્નરના સભ્યો આવ્યા બાદ દિવસના દિવસે મહત્વના સુધારા વધારા કરવામાં આવી રહ્યા છે. હવે ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિવિઘ પ્રોસેસ ફીમાં વધારો કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અલગ અલગ અભ્યાસક્રમની સાથે અન્ય પ્રોસેસ ફીમાં 6 થી 10 % સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

વિદ્યાપીઠ સત્તા મંડળ દ્વારા યુ જી પી જી ડિપ્લોમા અને પીએચડીના વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારની પ્રોસેસ ફીમાં 10% સુધીનો વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાપીઠના સત્તાધીશો તરફથી દાવો કરવામાં આવ્યો છે કે યુ.જી.સી દ્વારા જે ગ્રાન્ટ મળે છે તેમાંથી કર્મચારીઓનો પગાર અને પેન્શનમાં વપરાઈ જતો હોય છે. જેથી હવે વિદ્યાપીઠના વિવિધ વિકાસલક્ષી કાર્ય કરવા માટે લાંબા સમય બાદ એજ્યુકેશન ફી, ઇન્ટર્નલ પરીક્ષા ફી, સ્ટુડન્ટ વેલ્ફેર ફી, પ્રોફેશન કમ્પીટન્સી ફી, કરિક્યુલર એક્ટિવિટી ફી, પ્રેકટિકલ ફીમાં વધારો કરવામાં આવ્યો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles