અમદાવાદ : અમદાવાદમાં અવાર નવાર હત્યાના બનાવો બનતા રહે છે જેના કારણે કાયદો વ્યવસ્થા પર સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે વધુ એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના પાલડીમાં પાર્થ હોસ્પિટલની સામે 4 શખ્સોએ યુવક સાથે ઝઘડો કરી તેના પર કાર ચઢાવી તેનું મોત નિપજાવી દીધું હોવાની ઘટના સામે આવી. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પાલડી વિસ્તારમાં પાર્થ હોસ્પિટલ પાસે આવેલ શહિદ સ્મારક પાસે 4 શખ્સોએ અલ્પેશ દેસાઇ નામના યુવક સાથે ઝઘડો કરી તેના પર કાર ચઢાવી તેનું મોત નિપજાવી દીધું હોવાની ઘટના સામે આવી. હાલ પોલીસને CCTV ફુટેજ પણ મળ્યા છે અને આગળ વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવક ગાંધીનગરના પોર ગામનો હોવાનું સામે આવ્યું છે.
CCTVમાં જોવા મળે છે કે, આરોપી વિશાલ દેસાઈ સહિત 4 યુવકોએ આવીને એક યુવાન સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યા બાદ ચારેય યુવકો દ્વારા અલ્પેશ દેસાઇ નામના યુવકને માર માર્યો હતો અને ગુસ્સામાં આવેલા યુવાનોએ અલ્પેશ પર કાર ચઢાવી દેતા, તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.