અમદાવાદ : શહેરમાં આવેલા ટીપી સ્કીમ મંજુર અને ખોલવાની કામગીરી હવે ઝડપી કરવામાં આવી રહી છે. ન્યુ રાણીપ, ચેનપુર અને કાળીગામ વિસ્તારમાં આવેલી ટીપી સ્કીમને મંજૂરી મળતાં મ્યુનિસિપલ કોર્પોરેશનને વિવિધ હેતુ માટે 59 જેટલા પ્લોટ મળશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ન્યુ રાણીપ, ચેનપુર વિસ્તારમાં ટીપી સ્કીમને મંજૂરી મળતા 2.06 લાખ ચોરસમીટર જગ્યા મળતા હવે કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં તે વિસ્તારમાં અલગ અલગ રોડ અને રસ્તાની કામગીરી કરવામાં આવશે.