અમદાવાદ : ગુજરાતમાં ફરી એકવાર સી-પ્લેનને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ફરી સી-પ્લેન સેવા શરૂ કરવા તંત્ર દ્વારા રિવરફ્રન્ટથી SOU સુધી સી-પ્લેન સર્વિસ માટે ટેન્ડર મંગાવાયા છે. મહત્વનું છે કે, સી-પ્લેન સર્વિસ ટેન્ડરમાં અમુક શરતો ઉમેરવામાં આવી છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી SOUની સી પ્લેન સર્વિસ માટે ટેન્ડર મગાવવામાં આવ્યા છે. આયોજન મુજબ આગળ વધ્યું તો આ વર્ષે ઓક્ટોબર સુધીમાં સી પ્લેન સર્વિસ ફરી શરૂ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમીટેટ દ્વારા સી પ્લેન સર્વિસ શરૂ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઇ છે. માહિતી મુજબ આ ટેન્ડર જમા કરાવવા માટેની અંતિમ તારીખ 26 જૂન છે. તો વળી આ વખતે ટેન્ડરમાં નવી શરતોનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ શરત સી પ્લેનનું એરક્રાફ્ટ 12વર્ષથી વધુ જૂનું હોવું જોઇએ નહીં તેની છે. આ સાથે પાયલોટ પાસે સી પ્લેન ઉડાડવાનો ઓછામાં ઓછો 500 કલાકનો અનુભવ પણ જરૂરી કરાયો છે.
ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમીટેટ દ્વારા સી પ્લેન સર્વિસ શરૂ કરવા માટે ટેન્ડર પ્રક્રિયામાં આ વખતે અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. જે મુજબ અમદાવાદથી SOU વચ્ચે દિવસની ચાર ટ્રિપ કરવાની રહેશે, મહિનાની 100 ટ્રિપ થવી જોઇએ. નવી શરતમાં એરક્રાફ્ટ 12થી જૂનું ન હોવાનો ઉલ્લેખ, એરક્રાફ્ટ 9થી 19 સીટરનુ હોવું જોઈએ, પાયલોટને સી-પ્લેનનો 500 કલાકનો અનુભવ જરૂરી કરાયો છે. આ સાથે સી-પ્લેનની વધુમાં વધુ 5 હજાર રૂપિયા ટિકિટ રાખી શકાશે.