35.1 C
Gujarat
Wednesday, October 9, 2024

અમદાવાદ એરપોર્ટ પર ફાસ્ટેગ કાર પાર્કિંગ લોન્ચ : ફાસ્ટેગ કાર પાર્કિંગનો ફાયદો શું ? જાણો

Share

અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ પર રોજ હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે અને તેટલી જ સંખ્યામાં વાહનો પણ આવે છે. આ વાહનો યોગ્ય જગ્યા પર પાર્ક થાય તેના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને ચાર્જ પણ રાખવામાં આવ્યો છે. પરંતુ પાર્કિંગ વ્યવસ્થામાં વધુ એક ફાસ્ટેગ કાર પાર્કિંગ સુવિધા ઉમેરવામાં આવી છે.

સર્વ પ્રથમ આપણે જાણી લઈએ કે આજથી જ અમદાવાદના એરપોર્ટ પર ફાસ્ટેગ કાર પાર્કિંગને લોન્ચ કરી દેવામાં આવ્યું છે અને આજથી જ તેનો અમલ પણ શરૂ થઈ ગયો છે. આપ જો પોતાના સ્વજનોને પીકઅપ કે ડ્રોપ કરવા અહીં જઈ રહ્યા છો તો આ અંગે જાણી લેવું જરૂરી છે. આ એક ઈલેક્ટ્રિકલ ટોલ કલેક્શન સિસ્ટમ છે. જેમાં ફાસ્ટેગમાંથી જવાનું છે. એરપોર્ટ પર વાહનોની અવરજવરને ઝડપી કરવા માટે આ સુવિધા ઊભી કરાઈ છે. હાલમાં આ સુવિધા સાથે એરપોર્ટના સત્તાધિશોનું માનવું છે કે, તેનાથી વાહનોની આવા-જાહી ઝડપી બનશે અને સમય તથા ઈંધણ બચશે. મહત્વની બાબત એ પણ છે કે ફાસ્ટેગ પાર્કિંગને કારણે રોકડ વ્યવહારોની જરૂરિયાતોને સંતોષી શકાશે. સરળ અને ઝડપી પાર્કિંગનો લોકોને એક ખાસ વિકલ્પ મળશે. કારણ કે મુસાફરોને અહીં રોકડ નહીં પણ ફાસ્ટેગથી પેમેન્ટ કરવામાં આવશે. હા, પણ તે પહેલા ફાસ્ટેગમાં પુરતું બેલેન્સ છે કે કેમ તે અવશ્ય ચકાસી લેજો.

ફાસ્ટેગ લેનમાં પ્રવેશેલા વાહને બહાર નીકળવા માટે પણ તે જ લેનનો ઉપયોગ કરવાનો રહેશે. વાહનો પાર્કિંગ ચાર્જ ચુકવ્યા પછી વધારાનો કોઈ ખર્ચ ચુકવવાનો થતો નથી. જો ફાસ્ટેગ કાર પાર્કિંગની સુવિધાનો ઉપયોગ કરવા માગતા હોવ, તો કારમાં ફાસ્ટેગ લગાવેલું અને તેમાં પર્યાપ્ત બેલેન્સ હોવું જરૂરી છે. બસ આનાથી છૂટ્ટાની માથાકૂટ રહેશે નહીં, કારની લાંબી લાઈનોમાં અટકવું પડશે નહીં અને અવરજવરને ઝડપી બનાવી શકાશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles