અમદાવાદ : અમદાવાદમાં છાસવારે BRTS બસના અકસ્માતની ઘટના બનતી હોય છે, ત્યારે મણિનગર વિસ્તારમાં BRTS બસે વિદ્યાર્થીને અડફેટે લેતા વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થવા પામ્યો હતો. ક્લાસીસ પૂર્ણ કરીને વિદ્યાર્થી BRTS રેલિંગ ઓળંગી રહ્યો હતો. તે દરમ્યાન ઘટના બનવા પામી હતી. BRTS બસની અડફેટથી વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોચવા પામી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિકોએ બસ ચાલકને માર માર્યો હતો. બસ ચાલક સાથે મારામારી થતા સ્થાનિક પોલીસે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ મણિનગર રેલ્વે ફાટકથી જયહિંદ ચાર રસ્તાનાં રૂટ પર સ્વામીનારાયણ મંદિરનાં ટાવર સામે આવેલ BRTS કોરીડોરમાં BRTS બસે વિદ્યાર્થીને અડફેટે લેતા વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થવા પામ્યો હતો. ક્લાસીસ પૂર્ણ કરીને વિદ્યાર્થી BRTS રેલિંગ ઓળંગી રહ્યો હતો. તે દરમ્યાન ઘટના બનવા પામી હતી.વિદ્યાર્થી બસ સાથે ટકરાઈને નીચે પડ્યો હતો.સમગ્ર ઘટનાને લઈને આજુબાજુમાંથી લોકો એકઠા થઇ જતા બસ ચાલકને માર માર્યો હતો. બસ ચાલક સાથે મારામારી થતા સ્થાનિક પોલીસે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તમને જણાવી દઈએ કે અમદાવાદમાં ભૂતકાળમાં પણ BRTS બસ દ્વારા અનેક અકસ્માતો સર્જાઇ ચૂક્યા છે. આ બનાવમાં અનેક જીંદગી હોમાઈ ગઈ છે. આમ છતા BRTS બસની ઝડપને નિયંત્રિત કરાઇ રહી નથી. માતેલા સાંઢની બેફામ દોડતી BRTS જાણે અમદાવાદના માર્ગો પર યમદૂત બનીને ફરી રહી હોય તેમ લોકોને લાગી રહ્યા છે.