અમદાવાદ : અમદાવાદમાં ગઈકાલે સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો.ત્યારે અનેક વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ચાલુ થયો હતો. ત્યારે ભારે વરસાદે અનેક જગ્યાએ નુકશાનીના દ્રશ્યો સર્જ્યા છે. તેવામાં સોશિયલ મીડિયા પર રાણીપના મેટ્રો સ્ટેશનના ફોટો વાયરલ થઈ રહ્યા છે.જેમાં જોવા મળી રહ્યું છે કે હાજર વસ્તુઓમાં ઘણી નુકશાની થઈ છે.
અમદાવાદ શહેરમાં ગઈકાલે સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે અનેક વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ચાલુ થયો હતો. અમદાવાદના બોપલ, ઘુમા, પ્રહ્લાદ નગર, શ્યામલ, વેજલપુર વગેરે વિસ્તારોમાં વરસાદ ચાલુ થયો હતો. રાણીપના મેટ્રો સ્ટેશન પર ઘણી નુકશાની થતી જોવા મળી રહી છે.
રાણીપ મેટ્રો સ્ટેશન પર થયેલી નુકશાનીના ફોટો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં હવામાન વિભાગે બે દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. જેથી અમરેલી, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના માછીમારોને દરીયો ન ખેડવા સૂચના અપાઈ છે.