ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. જે મુજબ આવતીકાલે 31મી મેના રોજ સવારે 8 વાગ્યે ધો.12ના સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. આ પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જાહેર કરવામાં આવશે.
સામાન્ય પ્રવાહનું આ પરિણામ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી અને વોટ્સએપ નંબર દ્વારા પોતાનું પરિણામ જાણી શકે છે. 63573 00971 નંબર પર પોતાનો સીટ નંબર લખીને પણ વિદ્યાર્થીઓ વોટ્સએપ પર પરિણામ જાણી શકે છે.આ અગાઉ ધો.10 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.