અમદાવાદ : ઉનાળાની સિઝનમાં વિવિધ મંદિરોમાં પરંપરા મુજબ આમ્ર ઉત્સવ ઉજવણીની કરવામાં આવે છે, જે અંતર્ગત શહેરના નવા વાડજમાં અખબારનગર સર્કલ પાસે આવેલ સિદ્ધિવિનાયક મંદિર ખાતે આગામી દિવસોમાં તરબુચ ઉત્સવ અને આમ્ર ઉત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન મંદિર દ્વારા કરવામાં આવેલ છે જેનો સૌ ભાવિક ભક્તો લાભ લે એવો મંદિર દ્વારા અનુરોધ કરાયો છે.
આગામી તા-6-6-2023 ને જેઠ-વદ ત્રીજને મંગળવારે 1100(અગિયારસો) નંગ તરબુચ નું સહસ્ત્રાર્ચન પૂજન રાખેલ છે, જેનો સવારે 9 થી 11 આરંભ થશે, આ ઉપરાંત સંકટ ચોથ નિમિતે એટલે કે બીજા દિવસે તા-7-6-2023 ને જેઠ-વદ સંકટ ચોથને બુધવારે 1100(અગિયારસો) નંગ કેરીનું સહસ્ત્રાર્ચન પૂજન સવારે 9 થી 11 આરંભ થશે. જેનો સૌ ભાવિક ભક્તોએ લાભ લેવા મંદિર તરફથી અનુરોધ કરવામાં આવેલ છે.