અમદાવાદ : ગત બુધવારે શૈક્ષણિક વર્ષ 2022-23ના ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)ના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં શહેરના નવા વાડજની ન્યુ વિદ્યાવિહાર શાળાના સિતારાઓ ઝળક્યા છે. જેમાં વાણિજ્ય પ્રવાહના વિધાર્થી જયકુમાર શાહ 99.99 PR (99.29 %) રેકોર્ડ બ્રેક પરિણામ મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન જવલંત સફળતા પ્રાપ્ત કરી છે. શાળાના અન્ય વિધાર્થીઓ નેહા રેશીયા 99.86 PR (92%), સુજલ તુરાખીયા 99.65 PR (90.14%)), ટિયા શાહ 99.22 PR (88%), જાન્વી કોરી 98.57 PR (85.86%), પૂજા ગોહેલ 98.35 PR (85.26%) અને હિમેશ રાઠોડ 96.60 PR (81.72%) મેળવી શહેરના ટોપ તેજસ્વી વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ન્યુ વિદ્યાવિહાર શાળાના વિદ્યાર્થીઓએ સફળતાનો ડંકો વગાડ્યો છે. જયારે બોર્ડનું પરિણામ 73.27% આવ્યું છે ત્યારે શાળાનું પરિણામ 93.33% આવ્યું છે.પરિણામને લઈને શાળા તરફથી દરેક વિધાર્થીઓનું મોઢું મીઠું કરાવી ભવિષ્યમાં પણ જ્વલંત સફળતા મળે તેવી શુભકામનાઓ પાઠવી હતી, આ પ્રસંગે શાળાના કેમ્પસમાં વિધાર્થીઓએ ગરબા પણ યોજ્યા હતા. આ પ્રસંગે સમગ્ર શાળાનું કેમ્પસ ભાવવિભોર બની ગયું હતું અને શાળાના સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો રાજીના રેડ થઈ ગયા છે.