અમદાવાદ: અમદાવાદ સહીત સમગ્ર રાજ્યમાં હીટ એન્ડ રનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં હીટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવેલી કારે એક્ટિવા પર સવાર દંપતીને અડફેટે લેતા પતિનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. બીજી તરફ પત્નીને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી છે. જ્યારે કાર ચાલક અકસ્માત કરી ફરાર થયો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ નવા વાડજમાં રહેતા 45 વર્ષીય ગાયત્રી ભાવસાર એક ચાઇલ્ડ ડેન્ટલ કેરમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરે છે. મંગળવારે 50 વર્ષીય પતિ નીતિનભાઈ સાથે બાઇક લઈને શાહપુર ખાતે રહેતાં સાસુને મળવા બાઈક લઈને ગયા હતા. રાત્રીના સમયે શાહપુરથી પરત નવા વાડજ આવી રહ્યા હતા ત્યારે શંકરભુવન ફર્નિચર માર્ટની સામે પહોંચ્યા હતા તે સમયે પૂરપાટ ઝડપે આવેલી કારે બાઇકને ટક્કર મારી હતી.આથી નીતિનભાઈ અને ગાયત્રીબેન જમીને પટકાઈ પડ્યાં હતાં, જેના કારણે ગાયત્રીબેનને સામાન્ય ઈજાઓ થઈ હતી, પરંતુ નીતિનભાઈનું મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસે આ ઘટનાને લઈને ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ અગાઉ અમદાવાદમાં એસ જી હાઇવે પર હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી હતી. જેમાં માતા પુત્રીના અકસ્માતમાં મોત થયા હતા. અમદાવાદમાં હીટ એન્ડ રનની ઘટનામાં સતત વધારો થઈ યહ્યો છે. ત્યારે પોલીસ હવે હીટ એન્ડ રનની ઘટનાઓને લઈ વધુ એક્ટિવ જોવા મળી રહી છે.