અમદાવાદ : અમદાવાદની એક ઓળખ લાલ બસ, એટલે કે AMTS બસ. AMTSનું મુખ્ય બસ સ્ટેન્ડ લાલદરવાજા બસ ટર્મિનસ હવે હેરીટેજ લુક સાથેનું નવું બસ ટર્મિનસની કાયાપલટ કરવામાં આવી છે.જેનુ 5મી જૂને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ધાંટન કરવામાં આવશે.
સમગ્ર અમદાવાદના ખુણે ખાચરે જતી AMTS બસ સ્ટોપના મુખ્ય સ્ટેન્ડની કાયાપલટ કરવામાં આવી છે. 65 વર્ષ જુના બસ સ્ટેન્ડમાં 1 વર્ષથી વધુ સમયથી નવીનીકરણ કરવામાં આવતુ હતુ. આ હેરીટેજ સિટીની થીમ પર બનેલા નવા સ્ટેન્ડનું લોકાર્પણ 5 જૂનના રોજ મુખ્યમંત્રીના હસ્ત લોકાર્પણ કરવામાં આવવાનું છે. આ હેરીટેજ થીમ પર બનેલા બસસ્ટેન્ડની અંદર અમદાવાદના તમામ સ્થળોએ હેરીટેજ સ્થળોની પ્રતિકૃતિ મુકવામાં આવી છે. હેરીટેજ થીમથી ઉપરનાં માળે ઓફિસો તેમજ નીચે બસ સ્ટોપ બનાવવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેષ બારોટે જણાવ્યુ હતુ કે, 5મી જુનના રોજ મુખ્યમંત્રી આપણા લાલદરવાજા ખાતે આવેલા AMTS બસસ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવશે. લાલદરવાજા ખાતેના AMTS બસ સ્ટેન્ડને હેરિટેજ થીમથી નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેમાં આશરે 10 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે, જેને ધ્યાને રાખીને આ બસ સ્ટેન્ડને હેરીટેજ થીમથી બનાવવામાં આવ્યુ છે.
અમદાવાદ શહેરને જયારથી વર્લ્ડ હેરીટેજ સિટીનો દરજ્જો મળ્યો છે, ત્યારથી હેરીટેજ થીમ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાલ દરવાજા AMTS ટર્મિનસને પણ હેરીટેજ લુક સાથે તૈયાર કરાઇ રહ્યુ છે. લાલ દરવાજા AMTS ટર્મિનસ, કે શહેરની મધ્યમાં આવેલુ છે અને મુસાફરોની ખુબ જ મોટી ભીડ પણ જોવા મળે છે. આ ટર્મિનસ પરથી દૈનિક 49 રૂટ પર 118 બસની અવરજવર થાય છે, જેનો અંદાજે અઢી લાખ મુસાફરો દૈનિક ઉપયોગ કરે છે.