અમદાવાદ : આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, ત્યારે શહેરના નવા વાડજ વિસ્તારમાં એક અનોખી શાળા છે. જે અનેકને પ્રેરણા આપે છે. નવા વાડજ વિસ્તારની એક માત્ર હિન્દી મીડીયમ શાળા લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકેન્ડરી સ્કૂલમાં આજે સત્રનો પ્રથમ દિવસે અને વિશ્વ પર્યાવરણ દિવસની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. નવા સત્રના પ્રથમ દિવસે સર્વે વિદ્યાર્થીઓને ભાવભર્યો આવકાર આપવામાં આવ્યો હતો. આજે પ્રથમ દિવસે વિધાર્થીઓને શાળાના બિલ્ડીંગ નિયમની માહિતી આપવાની સાથે પર્યાવરણની સુરક્ષા કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને સાથે સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના નવા વાડજ વિસ્તારની અગ્રગણ્ય શાળા લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકેન્ડરી સ્કૂલમાં આજે સત્રનો પ્રથમ દિવસ અને વિશ્વ પર્યાવરણ દિવસની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને આવકાર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિધાર્થીઓને શાળાના બિલ્ડીંગ નિયમની માહિતી આપવાની સાથે પર્યાવરણની સુરક્ષા કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને સાથે સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.આજે શાળામાં ‘શ્રમભક્તિ’ દ્વારા શિક્ષણ સાથે જ વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાના પાઠ શીખડાવ્યા હતા.
આ પ્રસંગે શાળાના વિજ્ઞાન શિક્ષિકા પ્રવિણાબેન સોલંકીએ વિદ્યાર્થીઓ પાસે REDUSE, REUSE અને RECYCLE ને સમજાવતાં શોર્ટ વિડિયો બનાવડાયા, જેથી વિદ્યાર્થીઓ આ concept સારી રીતે સમજી શકે.