અમદાવાદ : અમદાવાદ ટ્રાફિક પોલીસ એક વાહનચાલક માટે દેવદૂત બની છે. કાલુપુર સર્કલ ઉપર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ પાસે એક્ટિવા ચાલક મોહમદ રફીક શેખ આવ્યો હતો અને બેભાન થઈ ગયો હતો. જેથી ટ્રાફિક પોલીસના ASI મુસ્તાકમિયાં, હોમગાર્ડ જુગલ કિશોર, નરેશભાઈએ આ વ્યક્તિને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને છાતીમાં દુખાવાની સમસ્યા હતી એટલે તેમણે તાત્કાલિક તેમને CPR આપ્યો હતો. જેથી તેમની થોડીક તબિયત સારી થઈ હતી અને તેને વધુ સારવાર માટે 108ની મદદથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગત મંગળવારે બપોરના સમયે કાલુપુર સર્કલ પાસે એક્ટિવા ચાલક મોહમદ રફીક શેખ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો અને બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. જેથી ટ્રાફિક પોલીસના ASI મુસ્તાકમિયાં, હોમગાર્ડ જુગલ કિશોર, નરેશભાઈએ આ વ્યક્તિને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને છાતીમાં દુખાવાની સમસ્યા હતી એટલે તેમણે તાત્કાલિક તેમને CPR આપ્યો હતો. આમ પોલીસની તાત્કાલિક મદદ મળવાથી તેમનો જીવ બચી ગયો હતો. આ કામગીરીને કારણે ત્રણેય પોલીસ કર્મચારીઓનું આજે સન્માન કરવામાં આવ્યું છે.