35.1 C
Gujarat
Wednesday, October 9, 2024

અમદાવાદના આ શાકમાર્કેટમાં કાપડની થેલીનું મુકાયું ઓટોમેટિક મશીન, ઘરેથી થેલી લાવવાની ઝંઝટમાંથી મુક્તિ

Share

અમદાવાદ : શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શાકમાર્કેટમાં GPCB, કોર્પોરેશન અને અન્ય ખાનગી સંસ્થા દ્વારા એક નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ શાકમાર્કેટમાં ઓટોમેટીક થેલી મશીન મૂકવામાં આવ્યું છે. જેની અંદર પાંચ રૂપિયાનો સિક્કો નાખી બાદમાં એક ચક્કર બે વાર ફેરવતા જ કાપડની થેલી ઓટોમેટિક બહાર આવી જાય છે. જે થેલીનો ઉપયોગ કરીને લોકો શાકભાજી તેમાં ભરીને લઈ જઈ શકે છે. આ પ્રયાસથી લોકોએ પોતાની સાથે થેલી લઈ જવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે, થેલી સાચવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે, તેમ જ પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ પણ આ પ્રયાસથી ઘટશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. અને ફરી એકવાર પહેલાની જેમ કાપડની થેલીનો ઉપયોગ પણ થવા લાગશે.

અહીં તમને જણાવી દઈએ કે આ મશીનમાં મુકવામાં આવેલ થેલીનો ભાવ લોકોને પરવડે તેમ પણ છે. કેમ કે ભાવની સામે થેલી સારી છે અને વજનમાં પણ હલકી છે. કાપડનો પણ સારો ઉપયોગ કરાયો છે તેમજ થેલી મજબુત પણ રખાઈ છે. જેથી તે વજન પણ ખાસ ઊંચકી શકે છે. આ થેલી બજારમાં ખાસ આકર્ષણનુ કેન્દ્ર પણ બની છે. સાથે જ ઉપયોગી પણ બની છે. કેમ કે ખુબ ઓછા દિવસમાં મોટી સંખ્યામાં લોકોએ તેનો ઉપયોગ શરૂ કરી દીધો છે.હાલ પ્રયાસ પાલડી શાકમાર્કેટમાં મશીન મૂકીને શરૂ કરાયો છે. જેમાં સફળતા મળતા અન્ય સ્થળે પણ આ પ્રકારના મશીન મુકાશે. જેનાથી લોકો ની થેલી ની સમસ્યા દૂર થશે સાથે જ પ્લાસ્ટિક નો ઉપયોગ ઘટશે. અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટતા પ્રદુષણ માં સીધો ફાયદો થશે.

અહીં મહત્વનું છે કે પ્રદૂષણ અટકાવવા તેમજ પશુઓ પ્લાસ્ટિક ન ખાય અને ગંદકી ન થાય તેના માટે સરકાર દ્વારા કેટલીક પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જો કે હજુ પણ આ પ્રકારની પ્લાસ્ટિક થેલીઓ બજારમાં ક્યાંક મળી રહી છે. ત્યારે આવી થેલીઓથી લોકો દૂર રહે, પ્રતિબંધિત થેલીઓનો ઉપયોગ ઘટે અને લોકોને બજારમાં થેલી મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જીપીસીબી તેમજ કેટલીક સંસ્થા દ્વારા એક નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. જેમાં લોકોને પ્લાસ્ટિક નહીં પરંતુ કાપડની થેલી મળી રહે તે પ્રકારનો પ્રયાસ હાથ ધરાયો. જેના માટે ઓટોમેટિક મશીન પણ મુકવામાં આવ્યું છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles