Sunday, May 31, 2026

કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓ બન્યા સાયબર ક્રિમિનલ, ઓનલાઈન શોપિંગના વોલેટ હેક કરી આચરી છેતરપિંડી

spot_img
Share

અમદાવાદ : પબ્જી ગેમની મિત્રતાએ વિદ્યાર્થીઓને ઠગાઈના રવાડે ચઢાવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ઓનલાઈન ખરીદીની એપ્લિકેશન વોલેટને હેક કરીને ઓનલાઈન ખરીદી કરતા હતા. બાદમાં કોમ્પ્યુટર સાયન્સના આ વિદ્યાર્થીઓએ ટેક્નિકલ માસ્ટરીનો દૂર ઉપયોગ કરીને ઠગાઈ આચરતા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરનાર આ વિદ્યાર્થીઓ ગૌરાંગ પટેલ અને નિલ હરસોલા તેમજ સગીરે ઓનલાઈન ખરીદી કરીને ઠગાઈ આચરી. ત્રણ મિત્રો કોમ્પ્યુટરના માસ્ટર છે. જેમણે ઓનલાઈન ખરીદી માટેના વોલેટને હેક કરીને ખરીદી કરી અને છેતરપિંડી આચરી. નવરંગપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે પોતે છેલ્લા 5 વર્ષથી મિન્ત્રા નામની શોપિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. જેમાં વોલેટ ચેક કરતા ખબર પડી હતી કે 3300 રૂપિયાની ઓનલાઈન ખરીદી થઈ હતી. જેથી મહિલાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ટેક્નિકલ એનાલિસીસ અને ઓનલાઈન પાર્સલની માહિતી મેળવીને 3 વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.

આ ત્રણેય વિદ્યાર્થીઓ પબ્જી ગેમમાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને મિત્ર બન્યા હતા. આ વિદ્યાર્થીઓ ટેલિગ્રામ પર ફ્રી કોમ્બો મેઈલ ઍક્સેસ વેબસાઈટ પર લોકોના ડેટા મેળવીને ઓનલાઈન ખરીદીની મિન્ત્રા વેબસાઈટ પર બગ (એરર) દ્વારા ગ્રાહકની જાણ બહાર મોબાઈલ તથા ઈમેઈલ આઈડી ચેન્જ કરીને વોલેટ હેક કરીને ઓનલાઈન ખરીદી કરીને ઠગાઈ કરતા હતા. જેમાં હેક કરેલા મિન્ત્રાના વોલેટમાંથી ગૌરાંગ ઓનલાઈન ખરીદી કરીને અમદાવાદમાં નિલ ના એડ્રેસ પર પાર્સલ ડિલિવરી કરાવતો હતો. નિલ આ વસ્તુઓ વેચીને 20 ટકા કમિશન મેળવીને રાજકોટના સગીરાને પૈસા આપતો હતો. આ સગીર પણ 20 ટકા કમિશન લઈને 60 ટકા રૂપિયા ગૌરાંગને મોકલતો હતો.

પકડાયેલ વિદ્યાર્થીઓમાં ગૌરાંગ પટેલ વડોદરાનો રહેવાસી છે અને પારુલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જ્યારે નિલ હરસોલા અમદાવાદની એલ જે કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરે છે. જ્યારે અન્ય સગીર વિદ્યાર્થી રાજકોટની કોલેજમાં અભ્યાસ કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...