અમદાવાદ : બિપોરજોય વાવાઝોડાને લઈ હવે અમદાવાદ એરપોર્ટ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર ખાસ કરીને વાવાઝોડા સમયે શું તકેદારી રાખવી તે અંગેની ખાસ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં ઇલેક્ટ્રિક ગેજેટ્સને વોટર પ્રુફ બેગમાં રાખવા, સાથે ઘરેથી એરપોર્ટ નીકળતા પહેલા એક વખત ફ્લાઇટ શિડ્યુલ ચકાસી લેવું અને એરલાઇન્સનો કોન્ટેક્ટ કરવો તેવી જાણ કરવામાં આવી છે. જેના કારણે જો ફ્લાઇટ ડીલે હોય તો મુસાફરોને તકલીફ ન પડે અથવા પોતે સુરક્ષિત રહે તે માટેની વ્યવસ્થા કરી શકાય.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ એરપોર્ટ પર જતા મુસાફરોને આજે એરપોર્ટ પર જતા પહેલા ખાસ એડવાઈઝરી ધ્યાન રાખવાનું એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે. જેમાં ખાસ કરીને એરપોર્ટ પર પહોંચતા મુસાફરોએ ઘરેથી નીકળતા પહેલા એરલાઇન્સમાં ફ્લાઈટ શિડ્યુલ ચેક કરવો, એની સાથે તે પોતાની સાથે લઈ જતા ઇલેક્ટ્રિક ગેજેટ્સ અને અન્ય કિંમતી વસ્તુઓને વોટરપ્રૂફિંગ કરી પોતાની સાથે રાખે. જેના કારણે તે વસ્તુને નુકસાન ન થઈ શકે. આ બધાની સાથે એરપોર્ટ પર અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મુસાફરોને અગવડ ન પડે તે માટે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ શિડ્યુલ ગોઠવવામાં આવ્યું છે.
5) Please safely seal all electronic gadgets in waterproof bags to avoid spoilage.#SVPIA #PassengerAdvisory #CycloneBiparjoy #AhmedabadAirport pic.twitter.com/UMFac2m6KO
— Ahmedabad Airport (@ahmairport) June 14, 2023
અમદાવાદ એરપોર્ટ પર હાલ તમામ પાર્ક પ્લેનને બોરિંગ કરીને પાર્ક કરવામાં આવ્યા છે. બીજી તરફ કોઈ પણ એવી વસ્તુ એરપોર્ટ નજીક રાખવામાં નથી આવી જેના કારણે એ વસ્તુ પવનના કારણે ઉડીને ક્યાંક નુકસાન પહોંચાડી શકે. સતત 24 કલાકથી અમદાવાદ એરપોર્ટ દ્વારા એરપોર્ટ અને આસપાસની દરેક જગ્યા જ્યાં પબ્લિકની અવર-જવર છે અથવા ફ્લાઇટ ટેક ઓફ કે લેન્ડિંગ થાય છે તેવી જગ્યાએ સર્ચ કરવામાં આવી રહ્યું છે.
દરેક મુસાફરે પોતાના નિર્ધારિત સમયે નિશ્ચિત કરીને એરપોર્ટ પર પહોંચવું, જેના કારણે સંભવિત સ્થિતિના કારણે તેમને ફ્લાઈટમાં કોઈ મુશ્કેલી પડે નહીં એટલે હવે આગામી બે દિવસ અમદાવાદ એરપોર્ટ પર ખાસ એડવાઈઝરીનું પાલન કરવાવા મુસાફરોને ખાસ તાકીદ કરવામાં આવી છે.