35.1 C
Gujarat
Wednesday, October 9, 2024

નોકરી ન મળતા એન્જિનિયર યુવક બન્યો વાહન ચોર, બે મહિનામાં 17 વાહનોની કરી ચોરી

Share

અમદાવાદ: અમદાવાદમાં શોર્ટકટમાં પૈસા કમાવવા એન્જીનિયર યુવકે અભ્યાસ બાદ બેકાર બનતા યુવકે મોજશોખ માટે વાહન ચોરી કરવાનું શરૂ કર્યું હતું. બે મહિનામાં એક બે નહીં પણ 17 વાહનોની કરી ચોરી કરી હતી. નારણપુરા પોલીસે CCTV ફુટેજના આધારે વાહન ચોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પૂછપરછમાં નારણપુરા, ઘાટલોડિયા, નવરંગપુરા, વસ્ત્રાપુર, ગુજરાત યુનિવર્સિટી અને સેટેલાઇટમાં 15 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો છે. જ્યારે વલસાડમાંથી 2 એક્ટિવા ચોરીને તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ પોલીસ ગિરફતમાં રહેલ આરોપી વાહન ચોર ઉમંગ વાછાણી મૂળ વલસાડનો રહેવાસી અને શહેરના મેમનગરમાં મકાન ભાડે રાખીને રહેતો હતો. એક વર્ષ પહેલાં એન્જિનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અને આરોપી અભ્યાસ બાદ બેકાર હતો, જેથી મોજશોખ માટે વાહનની ચોરી કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં આરોપીએ એક્ટિવા ચાલક ચાવી વાહનમાં ભૂલી જતા તેને મજાક મજાકમાં વાહનની ચોરી કરી અને અમદાવાદ શહેરમાં ફર્યો હતો. પેટ્રોલ પતી જતા વાહન બિનવારસી મૂકી દીધું હતું. આમ તેને વાહન ચોરી કરવામાં મજા આવવા લાગી હતી. જેથી નોકરી છોડીને 2 મહિનામાં આરોપીએ 17 વાહનની ચોરી કર્યા હતા.

આરોપી ઉમંગે નારણપુરા વિસ્તારમાં જુદા-જુદા સ્થળે એક્ટિવા ચોરી કરી હતી. એક્ટિવા ચોરીનું પ્રમાણ વધતા પોલીસે CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસીસની મદદથી આરોપી ઉમંગ વાછાણી સુધી પહોંચી હતી. અને તેની પૂછપરછમાં નારણપુરા, ઘાટલોડિયા, નવરંગપુરા, વસ્ત્રાપુર, ગુજરાત યુનિવર્સિટી અને સેટેલાઇટમાં 15 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો છે. જ્યારે વલસાડમાંથી 2 એક્ટિવા ચોરીને તપાસ શરૂ કરાઇ છે.

નારણપુરા પોલીસે વાહન ચોરી કેસમાં આરોપીની ધરપકડ કરીને ચોરીના વાહન જપ્ત કર્યા છે. નારણપુરા પોલીસે વાહન ચોરને વાડજ પોલીસને સોંપતા પોલીસે રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ શરૂ કરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles