અમદાવાદ : મંગળવારના રોજ વર્લ્ડ કપનું શેડ્યુલ જાહેર થયું છે. ત્યારે આ ક્રિકેટના મહાકુંભની શરુઆત તો 5 ઓક્ટોબરથી અમદાવાદથી શરુ થશે પરંતુ ભારતની ટક્કર 15 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાનન વિરુદ્ધ્ થશે. આ જ દિવસે પ્રથમ નોરતું પણ છે. ગુજરાતીઓ માટે નવરાત્રિ એટલે ગરબે રમવાનો તહેવાર, ગુજરાતી નવરાત્રિના અમુક મહિના પહેલા ગરબાને લઈ તૈયારી શરુ કરી દે છે તો કેટલાક ખેલૈયાઓ પ્રેકિટસ પણ શરુ કરી દે છે. ત્યારે ખેલૈયાઓ મુંઝવણમાં મુકાયા ગરબે રમવા કે મેચ જોવી !
ખેલૈયાઓ પણ વર્લ્ડ કપનું શેડ્યુલ જાહેર થતાં ચિંતામાં મુકાયા છે. આ ચિંતાનું કારણ બીજું કાંઈ નહિ પરંતુ ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચ છે. કારણ કે, આ જ તારીખ એટલે કે, 15 ઓક્ટોબરના દિવસે પ્રથમ નોરતું છે, ખેલૈયાઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. ત્યારે તે ચિંતામાં મુકાયા છે કે. ભારતીય ટીમને સપોર્ટ કરવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જવું કે પછી ગરબે રમવા જવું..
ICC એ આ વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપનું શેડ્યુલ જાહેર કરી દીધું છે.આ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતીય ટીમ ક્યારે, ક્યાં અને કોની સાથે મેચ રમશે.જેમાં ભારતની સૌથી મોટી મેચ યોજાશે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, જે પાકિસ્તાનની સામે રમાશે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમશે.