અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે.આ સાથે જ ગુજરાત હાઈકોર્ટને બીજા મહિલા ચીફ જસ્ટિસ મળ્યા છે. સુનિતા અગ્રવાલ અલાહાબાદ હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે. ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂંક માટેની કોલજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી હતી. આમ, આ પ્રકારે ગુજરાત હાઈકોર્ટને આ બીજા મહિલા ચીફ જસ્ટિસ મળશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દેશભરની છ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અંગે ભલામણ કરી છે.
Supreme Court recommends appointment of Justice Ashish J Desai, Judge, High Court of Gujarat as the Chief Justice of the High Court of Kerala. pic.twitter.com/1DoNG1NtmU
— Bar & Bench (@barandbench) July 5, 2023
ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે કોલજિયમની સલાહ પર સુનિતા અગ્રવાલની ભલામણ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ધનંજય ચંદ્રચુડ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટમાં સોનિયા ગોકાણી બાદ સુનિતા અગ્રવાલ બીજા મહિલા ચીફ જજ બન્યા છે.જસ્ટીસ સુનિતા અગ્રવાલ 2011ના વર્ષમાં અલાહાબાદ હાઈકોર્ટના જજ બન્યા હતા. અહીં તેઓ સૌથી સિનિયર જજ હતા અને હાઈકોર્ટમાં તેમને 11 વર્ષ કરતા વધુ સમય સુધી જજ તરીકે કાર્ય કરવાનો અનુભવ છે. તેઓ હવે ગુજરાતના બીજા મહિલા ચીફ જસ્ટિસ હશે.
નોંધનીય છે કે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે બુધવારે બોમ્બે હાઈકોર્ટ, ગુજરાત, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મણિપુર, ઓડિશા અને કેરળ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂકની ભલામણ કરી હતી. જેમાં જસ્ટિસ સુનિતા અગ્રવાલને ગુજરાતના ચીફ જસ્ટિસ બનાવવા માટેની ભલામણ કરાઈ હતી.