અમદાવાદ : બાળક એ જીવંત ફૂલ છે. અને તેનું યોગ્ય જતન થાય તો તેની સુવાસ સમગ્ર સમાજને સુગંધિત કરે છે.અદભુત યાદશક્તિને ધરાવતું એક હોનહાર બાળક નવા વાડજમાં આવેલ મહાત્માપાર્ક ફ્લેટના રહેવાસી ચિ.પાર્શ્વ જતીન શાહ પોતાના વિશિષ્ઠ હુનરથી આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં નામના મેળવે તો નવાઈ નહિ !
માત્ર 5 વર્ષની ઉંમરે પાર્શ્વ શાહ વિવિધ શ્લોક, મંત્ર જેવા કે હનુમાન ચાલીસા, ગાયત્રી મંત્ર, વિવિધ દેવી-દેવતાઓની આરતી એક વાર સાંભળ્યા બાદ યાદ રહી જાય છે. યાદ કર્યા બાદ તે તેની ભાષામાં બોલી પણ શકે છે.આ ઉપરાંત ગુજરાતના દરેક શહેરના વાહનોને ફાળવેલ નંબર પ્લેટ સીરીઝ કંઠસ્થ રાખી કડકડાટ બોલે છે. જેને લઈને માતા ઉર્વીબેનનું કહેવું છે કે અદભુત યાદશક્તિને કારણે તેણે અમારું માન વધારી દીધું છે.
સાથે સાથે સ્કેટિંગ રમત ક્ષેત્રે પાર્શ્વએ એકલવ્ય સ્પોર્ટ્સ એકેડમી દ્વારા આયોજિત ‘TWO HOURS NON STOP SKETTING’ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાં બ્રેક પાડ્યા વગર સ્કેટિંગ કરવાની ક્ષમતામાં સિદ્ધિ મેળવેલ છે.તદુપરાંત UFL આયોજિત ફેશન શો સ્પર્ધામાં પાર્શ્વએ ઉત્તમ પરફોર્મન્સ આપી મુંબઈ જવાની તૈયારી કરી રહ્યો છે. યુરો કીડ્સ સ્કૂલમાં શીખવવામાં આવતા વિવિધ આસનોની તેને ઊંડી સમજ છે અને જૈન હોવા છતાં મોટા ભાગના દરેક ઈશ્વરની આરાધના માટે થતા પાઠને પાર્શ્વ સહજતાથી પઠન કરી અથવા ગાઈને સંભળાવે છે.
આજના સમયમાં ભણતરની સાથે સાથે બાળકને ઈતર પ્રવૃત્તિઓ થકી પણ પોતાની કારકિર્દી બનાવવાની ઉત્તમ તક મળે છે. ત્યારે માતા ઉર્વિબેન અને પિતા જતીનભાઇ પોતાના પાલ્યના ઉછેરની જાગૃતિ અને પોતાના વ્યસ્ત જીવનમાંથી અપાયેલ સમયના આશીર્વાદ થકી બાળકને તળેટીમાંથી સફળતાની ટોચ પર લઇ જવાની ટેક લીધી છે. પાર્શ્વનું બાળપણ આ સંસ્કારનું ઉત્તમ ઉદાહરણ છે.