અમદાવાદ: રખડતા ઢોર મામલે ગુજરાત હાઈકોર્ટે ઉધડો લીધા બાદ અમદાવાદ કોર્પોરેશન ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે. રખડતાં ઢોર મામલે AMC નવી પોલિસી અમલમાં લાવી છે. નવી પોલિસીમાં કડક કાયદાઓ અંગે જોગવાઈ કરવામાં આવી છે.
ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં AMC દ્વારા ઢોર અંકુશ પોલીસીને મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે અગાઉ આ પોલિસીને મંજૂર કરાઈ ન હતી. આજે સુધારા વધારા સાથે ઢોર અંકુશ પોલિસીને મંજૂરી આપી દેવામાં આવી છે.
રખડતા ઢોરની નવી પોલિસી જાહેર
શહેરમાં રખડતા ઢોર પર નિયત્રંણ માટે બનેલી નવી પોલિસીને મંજૂરી આપવામાં આવી
હાઇકોર્ટના આદેશ બાદ AMC એ બનાવી નવી પોલિસી
ઢોર ત્રાસ નિયત્રંણ માટે નવી પોલિસી
ઢોર રાખનાર વ્યક્તિ કે સંસ્થાઓએ ફરજીયાત લાયસન્સ અને પરમીટ લેવાની રહેશે
વ્યવસાયીક હેતુ માટે ઉપયોગ થતા પશુઓ માટે લાયસન્સ લેવું ફરજીયાત બનશે
વ્યક્તિગત ઘરે રાખતા ઢોર માટે પરમીટ લેવાની રહેશે
એએસમી પાસેથી લેવા પડશે પરમીટ અને લાયસન્સ
લાયસન્સ અને પરમીટ માટે મુકાયો ચાર્જ, ત્રણ વર્ષ માટે રહેશે મુદત
લાયસન્સમાં અને પરમીટમાં દર્શાવ્યા સંખ્યામાંથી વધુ ઢોર હશે તો દંડનીય કાર્યવાહી થશે
ત્રણ વર્ષ માટેની લાયસન્સ ફી રૂપિયા 500 તથા પરમીટ રકમ માટે 250 રૂપિયા ભરવાના રહેશે
દર ત્રણ વર્ષે લાયસન્સ અને પરમીટ રીન્યુઅલ માટે 200 ભરવાના રહેશે
પાંજરાપોળ અને ગોશાળા તેમજ માન્ય સંસ્થાઓ પણ લાયસન્સ અને પરમીટ લેવામા રહેશે , તેઓને ફી માંથી મુકતી મળશે
પોલીસી જાહેર થયાના બે માસમાં જ RFID અને ટેગ લગાવો ફરજીયાત જો નહી લાગે તો પશુ દીઠ 100ચાર્જ
ચાર મહિનામાં ટેગ અથવા RFID નહી તો ઢોર ડબ્બે પુરવામા આવશે અને માલિક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થશે
ઘાસ વેચાણ માટે પણ ફરજીયાત લાયસન્સ
ઢોર દિઠ રૂપિયા 200 નું રજીસ્ટ્રશન કરવું પડશે
પશુ દીઠ RFID અને પશુ માલિક તથા પશુ નોંધણી ફરજીયાત રહેશે
શહેરમાં 96 હોટ સ્પોટ જાહેર કરાયા