35.1 C
Gujarat
Wednesday, October 9, 2024

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, લગ્નની લાલચે સહમતીથી બંધાયેલા શારીરિક સંબંધો દુષ્કર્મ નથી

Share

અમદાવાદ : લગ્નની લાલચે દુષ્કર્મની ફરિયાદો પર ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે પુખ્તવયના પાત્રો વચ્ચે સહમતિથી શારીરિક સંબંધ બંધાયા હોય તો તેને દુષ્કર્મ માની શકાય નહીં. પુખ્ત વયના હોવાથી કલમ 376 હેઠળ ફરિયાદ નોંધી ન શકાય તેવુ હાઈકોર્ટનું અવલોકન છે. લગ્નનું વચન આપ્યા બાદ લગ્ન ન થાય તો દુષ્કર્મની ફરિયાદ ન નોંધી શકાય તેવું હાઈકોર્ટે જણાવ્યુ છે.

અમદાવાદમાં રહેતા અલગ અલગ રાજ્યના સ્ત્રી-પુરૂષ વચ્ચે સંબંધ બંધાયા બાદ સ્ત્રીએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આ કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં ગુજરાત હાઈકોર્ટે આજે પોતાનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે પુખ્તવયની વ્યક્તિને લગ્નના વચન આપ્યા બાદ શારિરીક સંબંધ બંધાય અને લગ્ન ન થાય તો દુષ્કર્મની ફરિયાદ ન નોંધી શકાય. તમે પુખ્તવયના હોય તો લગ્નની લાલચે સરેન્ડર ન કરી શકો. લગ્ન સહિત લોભામણી લાલચો આપી શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ ઘટનામાં સામે આવ્યું હતું કે, અલગ અલગ રાજ્યના સ્ત્રી-પુરૂષે પ્રથમવાર પ્રેમમાં પડ્યા બાદ શારીરીક સંબંધ બંધાયા હતા, ત્યારબાદ કોઈમહિલાએ ફરિયાદ નોંધાવ્યા સમાધાન થતા ફરિયાદ પરત લીધી હતી. બીજી વખત પ્રેમમાં રહ્યાં બાદ મહિલાએ ફરી લગ્નની લાલચે શારીરિક બાંધ્યાની ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાત હાઈકોર્ટની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે દેશની અન્ય હાઈકોર્ટે પણ મરજીથી થતા સેક્સને બળાત્કાર ન ગણવાનો ચૂકાદો આપ્યો છે. એક દિવસ પહેલા ઓડિશા હાઈકોર્ટે બળાત્કારના કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે સહમતિથી શારીરિક સંબંધોને બળાત્કાર કહી શકાય નહીં.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles