29.1 C
Gujarat
Thursday, October 10, 2024

આજથી SG હાઈવે પર ઓવરસ્પીડે વાહન ચલાવનાર સાવધાન, લેવાયું આ મોટું પગલું

Share

અમદાવાદ : અમદાવાદ : રાજેરોજ હજારોની સંખ્યામાં વાહનો અમદાવાદના એસજી હાઈવે (sg highway) પરથી પસાર થતા હોય છે. ત્યારે આ વાહનચાલકોની મુશ્કેલીઓ આજથી દૂર થવાની છે. આ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને હવે ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળે તેવુ એક પગલુ લેવાયું છે. SG હાઈવે પર જો હવે ઓવરસ્પીડમાં ગાડી હંકારી તો આવી બનશે. કારણ કે, સરખેજ-ગાંધીનગર-ચિલોડા(SG) રોડ પર એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવશે. જો હવે એસજી હાઈવે પરથી પસાર થતી વખતે વાહન વધુ સ્પીડમાં હશે તો ઓટોમેટિક એલર્ટનો મેસેજ આવી જશે.

આ એક પ્રકારની સિસ્ટમ છે. જેમાં વાહનની ગતિ, હવામાન સંબંધી ડેટા સિસ્ટમ, લાઈવ ટ્રાફિક કન્જેશન, ટ્રાફિક રિરૂટિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ઈમરજન્સી મેસેજના તમામ ડેટા એકત્ર થશે. આ સિસ્ટમ સરખેજ ગાંધીનગર સુધીના વિસ્તારમાં જ નહીં પરંતુ ચિલોડા સુધીના સંપૂર્ણ હાઈવે પર લગાડવામાં આવી છે. આ સિસ્ટમ થકી અકસ્માતની ઘટનાઓને ઘટાડી શકાશે, તેમજ પૂરપાટ દોડતા વાહનોને નિયંત્રણમાં રાખી શકવામાં આવશે. અમદાવાદ અને ગાંધીનગર માટે આ હાઈવે મહત્વનો હાઈવે છે અને જેના પર વાહનોની ગતિ પર નિયંત્રણ રાખવુ ખૂબ જ જરુરી થઈ ચુક્યુ છે. જેનાથી ટ્રાફિકની સમસ્યામાં રાહત સર્જાશે.

ઓવર સ્પીડ અકસ્માત સર્જવાના મુખ્ય કારણોમાંથી સૌથી પ્રથમ અને મોટુ છે. આ માટે હવે સરખેજ હાઈવે પર નવા નિર્માણ પામેલા ઓવરબ્રિજ પર લાઈટ પોલ સાથે હવે ખાસ ઉપકરણો લગાડવામાં આવ્યા છે. એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરીને વાહનોની ગતિ પર નજર રાખવામાં આવશે. આ સિસ્ટમ અંતર્ગત સાથે દરેક લેન મુજબ લગાવેલા સીસીટીવી કેમેરા દ્વારા ઝડપી ગતિના વાહનની ઓળખ કરવામાં આવશે. ઓળખ કરાયેલ વાહનની વિગતો તુરત જ કંટ્રોલરુમમાં પહોંચશે. જે વિગતના આધારે તુરત જ વાહનના RTO ના ડેટા મુજબ તેમને મોબાઈલ શોર્ટ મેસેજ એલર્ટ પહોંચશે કે તેઓની ગતિ મર્યાદા કરતા વધારે છે. આ માટે તેમને વાહનની ગતિ નિયંત્રિત કરવા માટે પણ એલર્ટ કરવામાં આવશે.

જાણકારી કંટ્રોલ રુપમાં પહોંચવાને લઈને કંટ્રોલ રુમ જરુરી સ્થિતીમાં એલર્ટ થઈને ટ્રાફિક પોલીસ મારફતે પણ કાર્યવાહી કરી શકે છે. હાલમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાને લઈ દંડ ફટકારવામાં આવે છે. આ માટે ઈ-મેમો આપવામાં આવે છે. હવે સંપૂર્ણ રીતે આ સિસ્ટમ કાર્યરત થવા સાથે જ સરખેજ ગાંધીનગર હાઈવે અને ચિલોડા સુધીના માર્ગ પર દોડતા ઓવર સ્પીડને લઈ વાહનચાલકને દંડ પણ મળી શકે છે. જોકે આ માટે હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યુ નથી કે, દંડનીય કાર્યવાહી કરવામાં આવશે કે, કેવી રીતે ઓવરસ્પીડ સામે પગલા ભરાશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles