35.1 C
Gujarat
Wednesday, October 9, 2024

અમદાવાદની આ હોસ્પિટલમાં દર્દીના ભોજનમાંથી નીકળી ગરોળી, 3 દર્દીઓને ઝાડા ઉલટી

Share

અમદાવાદ: AMC સંચાલિત સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતા ભોજનમાંથી ગરોળી નીકળી હોવાનું સામે આવ્યું છે. જે ભોજનમાંથી ગરોળી નીકળી હતી એ દર્દીઓના પૈકીના ત્રણને ઝાડા-ઊલટી થયા હતા અને તાત્કાલિક ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. મગની દાળમાં મૃત ગરોળી નીકળતા ખળભળાટ મચી જવા પામી છે. SVP હોસ્પિટલમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં ભોજન મોકલવામાં આવતું હોય છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓને વિનામૂલ્યે ભોજન આપવામાં આવે છે. આ ભોજન SVP હોસ્પિટલમાંથી લાવવામાં આવે છે. ત્યારે શારદાબેન હોસ્પિટલમાં દર્દીને પીરસવામાં આવેલા ભોજનમાં ઘોર બેદરકારી સામે આવી છે. દર્દીના ભોજનની થાળીમાં પીરસવામાં આવેલી મગનીદાળમાં મરેલી ગરોળી નીકળતાં દર્દીઓ અને તેમના સગાંઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ પ્રકારનું ભોજન જમેલા ત્રણ દર્દીઓને ઝાડા અને ઉલ્ટીની અસર થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. આ પ્રકારની બેદરકારીથી તંત્ર દ્વારા દર્દીઓના જીવન સાથે ચેડાં કરાયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

શારદાબેન હોસ્પિટલમાં ભોજનમાંથી મૃત ગરોળી મળવાના મામલે હોસ્પિટલ કમિટી ચેરમેન પરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, SVP માંથી 3 હોસ્પીટલમાં જમવાનું મોકલવામાં આવી રહ્યુ છે. જેમાં શારદાબેન, LG, નગરી હોસ્પિટલમાં ભોજન મોકલવામાં આવી રહ્યું છે. LGમાં 800, શારદામાં 600 અને નગરીમાં 100 લોકોને જમવામાં આવી રહ્યું છે. SVP હોસ્પિટલમાં એપોલો સિંદુરી એજન્સીનો કોન્ટ્રાક્ટ છે. દરેક દર્દીને દિવસમાં 4 વખત જમવા તેમજ નાસ્તો આપવામાં આવી રહ્યો છે. AMC દ્વારા એપોલો સિંદૂરી દર મહિને અંદાજિત 40 લાખ ચુકવવામાં આવી રહ્યા છે.

મહત્વનું છે કે, અનેકવાર AMCની હોસ્પિટલોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. આ હોસ્પિટલો ભલે નવી નકોર બનાવીને દર્દીઓને સેવાઓ પુરી પાડવાની ગુલબાંગો ફૂંકવામાં આવતી હોય પરંતુ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર બેદરકારી દાખવવામાં આવે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles