અમદાવાદ : કોરોના સામેની લડાઈમાં બાળકોને પણ સુરક્ષા કવચ આપવાનો આજથી પ્રારંભ થયો છે. 12થી 14 વર્ષના બાળકોને કોરોનાની કોર્બેવેક્સ રસી આપવાના અભિયાનના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોરીજ પ્રાથમિક શાળાએથી કરાવ્યો હતો.
નારણપુરા વોર્ડમાં વિજયનગર શાળામાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કાર્બોવેકસ વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અમદાવાદ ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબેન પટેલ, કાઉન્સિલર દર્શનભાઈ શાહ, પશ્ચિમ ઝોનના ડે હેલ્થ ઓફિસર અને વોર્ડના પદાધિકારીઓ આ વેક્સિનેશન કાર્યક્રમમાં હાજર રહી બાળકોની હિંમત વધારી હતી.
રાજ્યભરમાં 2000થી વધુ રસીકરણ કેન્દ્રો પરથી બાળકોને રસી આપવામાં આવી છે તેમાં 2500થી વધુ આરોગ્ય કર્મચારીઓ સામેલ થયા છે.