અમદાવાદ : રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઇસ્કોન, મણીનગર બાદ હવે બોપલથી પણ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. બોપલ વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં કારે પાછળથી ટક્કર મારતા બાઈક ચાલકનું મૃત્યુ નિપજ્યું છે. હાલ પોલીસે ફરાર કાર ચાલકોને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, શહેરના બોપલ વિસ્તારમાં આજે સવારે એક કારચાલકે બાઈકસવારને અડફેટે લીધો હતો. બાઈકને પાછળથી ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતમાં બાઇક ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. આ સમગ્ર મામલે બોપલ પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
તમને જણાવી દઈએ કે, આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. ત્યારે પોલીસ આ મામલે ગુનો દાખલ કર CCTV અને અન્ય પુરાવાઓ એકઠા કરી કાર ચાલકની શોધખોળ હાથ ધરાઈ છે.