સુરત : સુરત શહેરને સાયબર સેફ સિટી બનાવવા પોલીસ તંત્રએ અડાજણ સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલ ખાતે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સંજીવની 2.0 અભિયાન લોકાર્પણ કર્યું છે. ડિજિટલ યુગમાં સાઇબર ક્રાઇમના વધી ગયેલા બનાવો પોલીસ માટે પડકારરૂપ બન્યા છે. સાઇબર માફિયા નવી ટેકનોલોજીથી સામાન્ય લોકોને છેતરી રહ્યા છે. ત્યારે પોલીસ તંત્ર પણ સાઇબર ક્રાઇમ સામે લડવા સજ્જ બની ગયું છે. સાયબર અવરનેસ માટે બે સાયબર સંજીવની મોબાઈલ વાન તથા www.cybersnjivani.org વેબ પોર્ટલનો ગૃહરાજ્યમંત્રીના હસ્તે શુભારંભ કરાયો હતો.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સાયબર સંજીવની કાર્યક્રમ સરકારી કાર્યક્રમ નથી પરંતુ સાયબર ફ્રોડ સામેની લડાઇનો કાર્યક્રમ છે તેમણે કહ્યું કે, પોલીસની નેગેટિવ વાતો કરનારાઓને સુરત પોલીસના કાર્યક્રમની વિગતો આપજો. ઘરના સભ્યો, પરિચિતોને સાયબર ફ્રોડની માહિતી આપજો.તમારી દિકરી રિલ્સ બનાવે તેમાં કાંઇ પણ ખોટું નથી. સેફટીનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ઘરમાં પરિવારજનોને સમજાવો કે અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિકવેસ્ટ ન સ્વીકારે અને ન્યૂડ કોલ રિસીવ થઇ જાય તો ગભરાવાની જરા પણ જરૂર નથી. શરમાવાની પણ જરૂર નથી. નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. ભુલ ગમે તે વ્યક્તિથી થઇ શકે.અનેક કિસ્સામાં અરજદારનું નામ જાહેર નહી થાય અને કાર્યવાહી થશે. અનેક લોકો બદનામીના કારણે આગળ નથી આવતા સામાજિક બદનામીનો ડર લાગ્યા કરે છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યા સાયબર ફ્રોડથી બચવાના ઉપાય
હર્ષભાઈએ કહેલા સ્ટેપ ફોલો કરશો તો સાયબર ફ્રોડથી બચી જશો
“ન્યૂડ કોલ રિસીવ થઇ જાય તો ડરવાની નથી જરૂર”
“રિલ્સ બનાવવી ખોટું નથી પણ સેફ્ટીનું ધ્યાન રાખવું જરૂરી”
“અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ ન સ્વીકારો”
“શરમ ન કરો અને નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો”
“કેટલાક લોકો બદનામીના ડરે આગળ નથી આવતા”