અમદાવાદ : સિંધુ ભવન રોડ પર સ્ટંટ કરવાના આરોપીને જાહેરમાં પરેડ કરાવી અપમાનિત કરવા બદલ ગુજરાત હાઈકોર્ટે સંબંધિત પોલીસ અધિકારીઓ સામે તિરસ્કારની નોટિસ ફટકારી છે. કોર્ટે પૂછ્યું છે કે તેમની સામે કાર્યવાહી કેમ ન કરવામાં આવે. આ સ્ટંટના વાયરલ થયેલા વિડિયોના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.
5 જુલાઈના રોજ સિંધુ ભવન રોડ પર એક યુવકને “ગાડી મેરે બાપ કી હૈ, પર રોડ નહીં” આવું પોસ્ટરમાં લખાવી પોલીસે પરેડ કરાવી હતી. જે મામલે કોર્ટે સરખેજ પોલીસ ઇન્સ્પેકટર, સરખેજ પોલીસ સ્ટેશનના PSI, સેટેલાઇટના PSI અને એક કોન્સ્ટેબલને કોર્ટે નોટિસ આપી છે. આગામી 7 ઓગસ્ટ સુધીમાં ખુલાસો માગ્યો છે. તેમજ કેસની વધુ તપાસ પર હાઇકોર્ટે રોક લગાવી છે.