અમદાવાદ: શહેરમાં જાહેર રસ્તા પર વાહનો પાર્ક કરતા પહેલા ચેતી જજો. કેમ કે, પોલીસ બાદ હવે AMC પણ રસ્તા પર પાર્ક કરેલા વાહનો લોક કરશે. AMC દ્વારા શહેરમાં મેગા ડ્રાઈવ શરૂ કરાઈ છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ બાદ હવે AMCની ટીમ એક્શન મોડમાં આવી છે. શહેરના 7 ઝોનમાં ડ્રાઈવ કરવામાં આવી રહી છે. જેમાં જાહેર રસ્તા પર અડચણરૂપ બનતા વાહનો લોક કરશે અને દંડની કાર્યવાહી પણ કરશે.
પોલીસ અને AMC દ્વારા શહેરના 7 ઝોનમાં મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને એસજી હાઇવે પર પણ એક્શનના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં રસ્તા પર પાર્ક કરેલા વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને વાહનોને લોક કરવામાં આવી રહી છે. હાઇકોર્ટના ટ્રાફિકમુક્ત શહેરના આદેશ બાદ પોલીસ અને AMCની ટીમ દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. પોલીસ અને AMCની ટીમ દ્વારા મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.
આમ હવે ખરેખર અમદાવાદના શહેરના લોકોએ જાહેર રસ્તા પર અડચણરૂપ વાહનો પાર્ક કરતા પહેલા ચેતવાની જરુર છે. અને ટ્રાફિક નિયમન વિશે તમામ લોકોએ માહિતી મેળવવી હાલના સમયમાં આવશ્યક બન્યું છે.