પંચમહાલ : પવિત્ર યાત્રાધામ પાવગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે જતાં ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 5 દિવસ માટે રોપ વે સેવા બંધ રહેશે. તારીખ 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી રોપ-વે સેવા બંધ રહેશે. રોપ વે સેવા પૂરી પાડતી ઉષા બ્રેકો કંપની દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. મેઈન્ટેનન્સની કામગીરીને ધ્યાને રાખી રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. 12 ઓગસ્ટથી પાવાગઢ રોપ-વે સેવા ભક્તો માટે રાબેતા મુજબ ચાલુ થશે.
7 ઓગષ્ટથી 11 ઓગષ્ટ દરમિયાન રોપવે સેવા બંધ રહેનાર છે. એટલે કે સોમવારથી શુક્રવાર સુધી સેવા બંધ રહેનારી છે. આમ પાવાગઢ દર્શન જનારા શ્રદ્ધાળુઓને માટે ધ્યાનમાં રાખવાની મહત્વની જાણકારી તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે. જેથી વૃદ્ધ અને અશક્ત સહિતના લોકોને આ દિવસો દરમિયાન યાત્રાના આયોજન કરવા દરમિયાન જાણકારી મળી રહે એ માટે આ જાણકારી જારી કરાઈ છે.
પાવગઢ મંદિર ખાતે મહાકાળી માતાજીના દર્શનાર્થે દરરોજ હજારોની સંખ્યામાં માઈભક્તો આવતા હોય છે. પાવગઢ ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન કરવા જતા યાત્રાળુઓની સુવિધા માટે રોપ-વે ઉપલબ્ધ છે. આ રોપ-વેની સમય-સમય પર મેન્ટેનન્સી કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે આવતા મહિને પણ 5 દિવસ સુધી રોપ-વેની મેન્ટેનન્સની કામગીરી ચાલશે.