અમદાવાદ : અમદાવાદમાં અકસ્માતોની વણઝાર હજુ પણ યથાવત છે. અમદાવાદના શેલા ગામમાં એક કારે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. પૂરપાટ ઝડપે કાર હંકારીને વાહનોને અડફેટે લીધા હતા. સ્થાનિકોના આક્ષેપ મુજબ કાર ચાલક નશાની હાલતમાં હતો. કારચાલકે વહેલી સવારે જ એક કારચાલકે આ અકસ્માત સર્જયો છે. ભરચક વિસ્તારમાં જ ઝડપી ગતીથી વાહન હંકારતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. કાર ચાલકે ત્રણ વાહન ચાલકોના જીવને જોખમમાં મુકી દીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદનાં બોપલ વિસ્તારમાં આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, શેલા ગામમાં આવિષ્કાર હોલ ચાર રસ્તા પાસે હેરિયર ગાડીના ચાલકે ત્રણ ગાડીઓ સાથે અકસ્માત સર્જયો છે. બે ગાડીઓને ભારે તો એક ગાડીને સામાન્ય નુકસાન થયું છે. ગાડીની સ્પીડ 100 કિ.મી પ્રતિ કલાકની હોવાનો પ્રત્યદર્શીએ દાવો કર્યો છે. GJ 38 BE 9113 ગાડીના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. પોલીસે ગાડી શોધી કાઢી હતી, જોકે ચાલક ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોના સતર્કતાના કારણે તેમણે પોલીસને જાણ કરી અને તેઓ ઘટના સ્થળે ઘસી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે, ગત 19મી જુલાઈની મોડી રાત્રે એટલે કે 20મી જુલાઈના રોજ અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે લોકો પર જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાની ગુજરાતભરમાં ચર્ચા ચાલી રહી છે અને તથ્ય હાલ સાબરમતી જેલની હવા ખાઈ રહ્યો છે.