અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસ તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ શુક્રવારે મોડી રાતથી સંયુક્ત કામગીરી હાથ ધરી હતી.શહેરમાં વધી રહેલા નશાકારક દુષણોને અટકાવવા શહેર પોલીસ કામે લાગી છે. અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસની અલગ અલગ ટીમો દ્વારા મોડી રાત્રે પશ્ચિમ વિસ્તારની હોટલો, કેફે, રેસ્ટોરન્ટ, બાગ બગીચા સહીત અન્ય જગ્યાઓ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ઈસ્કોન બ્રીજ અકસ્માત બાદ શહેર પોલીસ દ્વારા સમયાંતરે વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે શુક્રવારે રાતના સમયે અમદાવાદ પશ્ચિમ વિસ્તારો જેવા કે સેટેલાઇટ, સિંધુ ભવન, અને સરખેજની હોટલો, કેફે, રેસ્ટોરન્ટ, બાગ બગીચા સહીત અન્ય જગ્યાઓ પાર આ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ, લાઈસન્સ, ઓવર સ્પીડ જેવા બાબતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. નાકાબંધી વાહન ચેકિંગમાં PI, PSI અને આશરે 25 પોલીસ જવાનો સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
અમદાવાદ પશ્ચિમ વિસ્તારો સેટેલાઇટ, સિંધુ ભવન, અને સરખેજ વિસ્તારમાં આવેલા કેફેમાં તપાસ હાથ ધરાઇ હતી. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં વધી રહેલા નશાકારક દુષણ અને કેફી દ્રવ્યોની મોટી માત્રામાં પકડ બાદ આ કાર્યવાહી હાથ ધરાઈ છે.