અમદાવાદ : શહેરના નવા વાડજમાં આવેલ લાયોનેસ કર્ણાવતી ઈંગ્લિશ સ્કૂલ તથા ગણેશ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે આજ રોજ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વકતૃત્વ, નાટક તથા ડાન્સ દ્વારા સ્વાતંત્ર્ય દિનને ઉત્સાહભેર ઉજવ્યો હતો. ઈ.સ. 1857 થી ઈ.સ. 1947 સુધી દેશને આઝાદી અપાવવા માટે શહીદ થયેલ સ્વાતંત્ર્ય સેનાનીઓને સલામી આપવા ખૂબ સુંદર નાટક પ્રદર્શિત કરવામાં આવેલ તથા ડાન્સમાં ભારત દેશના વિવિધ રાજ્યના મુખ્ય નૃત્ય કલા તથા વિવિધ ડાન્સ રજૂ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ કેજી સેક્શનના ભૂલકાંઓ દ્વારા કરવામાં આવેલ પરેડ તથા તેમનો ડાન્સ હતો.
સમગ્ર કાર્યક્રમનું આકર્ષણ એ હતું કે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષકમિત્રોની દેખરેખ હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફ શિક્ષક દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.શાળાના આચાર્યના સંચાલન હેઠળ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો સમગ્ર કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સંપન્ન થયો હતો.કાર્યક્રમની ભવ્ય સફળતા માટે ટ્રસ્ટી સૌરભભાઈ પટેલ તથા કેમ્પસ ડાયરેક્ટર શ્રીમતી જસ્મીનાબેન પટેલે સમગ્ર શિક્ષકગણની કામગીરીને બિરદાવી હતી.