16.5 C
Gujarat
Sunday, December 8, 2024

ચાણક્યપુરીમાં ટાયર કિલર બમ્પનું સુરસુરિયું ! માત્ર 10 દિવસમાં જ બમ્પની સ્પ્રિંગ તૂટી ગઈ

Share

અમદાવાદ : શહેરના ચાણક્યપુરી બ્રિજ પાસે લગાવવામાં આવેલા ટાયર કિલર બમ્પ નો ફરી એકવાર ફીયાસ્કો થયો છે. ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા તેમજ અકસ્માતની ઘટનાઓને અટકાવવા માટે AMC દ્વારા કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા. પરંતુ માત્ર 10 દિવસમાં કિલર બમ્પ ફ્લેટ થઇ ગયા છે. રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકોને સીધાદોર કરવા માટે ટાયર કિલર બમ્પ લગાવાયા હતા. અને જો અહીંયા આ પહેલને સફળતા મળી તો અમદાવાદની 23 જગ્યાએ ઈન્સ્ટોલ કરવાનો પ્લાન હતો, પરંતુ અહીં તો કિલર બમ્પનું સૂરસૂરિયું થઈ ગયું છે. જેના કારણે અમદાવાદની 23 જગ્યાએ કિલર બમ્પ લગાવવા પર મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે 2 ઓગસ્ટે ચાણક્યપુરી બ્રિજ પાસે ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા અને 4 ઓગસ્ટે તો સ્પ્રિંગ અને ક્લિપ છૂટી પડી ગઈ હતી. જે બાદ અમદાવાદ મહાનગરપાલિકાના એન્જિનિયર વિભાગે તરત જ એજન્સી દ્વારા બમ્પને સરખા કરવાની કામગીરી કરી હતી. ગત 2જી ઓગસ્ટે ચાણક્યપુરી બ્રિજ પાસે ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા અને 4 ઓગસ્ટે તો સ્પ્રિંગ અને ક્લિપ છૂટી પડી ગઈ હતી. જે બાદ AMCના એન્જિનિયર વિભાગે તરત જ એજન્સી દ્વારા બમ્પને સરખા કરવાની કામગીરી શરૂ કરી હતી. ટાયર કિલરને લઈને આસપાસના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો.

AMC દ્વારા વાહનચાલકોને સીધા કરવા માટે ટાયર કિલર બમ્પ તો લગાવવામાં આવ્યા. પરંતુ લોકો તેમ છતાં તેમાથી પસાર થતાં હોવાથી હવે ત્યાં તેમજ આસપાસ વિસ્તારમાં પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે. આ સિવાય રોંગ સાઈડ વાહન ચલાવનારને દંડ ફટકારવા માટે હવે AMC દ્વારા સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles