અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના સતત કિસ્સાઓ સામે આવી રહ્યા છે. નાની બાબતોમાં માઠું લાગી આવતા ખોટું પગલું ભરી દે છે. અગમ્ય કારણોસર લોકો જીવન ટૂંકાવી નાખે છે. તો બીજી તરફ અમદાવાદમાં એક જ દિવસમાં 4 આત્મહત્યાના બનાવો સામે આવ્યા છે. અમદાવાદના કૃષ્ણનગર, અમરાઈવાડી, બાપુનગર તથા નારોલમાં આપઘાતના બનાવો બન્યા છે. પૂર્વ વિસ્તારમાં એકજ દિવસમાં ચાર આપઘાતના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે.
આ મામલે વિગતવાર વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદના કૃષ્ણનગર, અમરાઈવાડી, બાપુનગર અને નારોલમાં આપઘાતના બનાવો બન્યા છે. મોટા ભાગના ગળેફાંસો ખાઈને આપઘાતના કિસ્સા છે. જેમાં શહેરના અમરાઈવાડી વિસ્તારમાં શૈલેષ ચાવડા નામના યુવાને પંખા સાથે લટકીને જીવન ટૂંકાવ્યું છે. જ્યારે નારોલમાં એક યુવતીએ પાઈપ સાથે સાડી બાંધીને આપઘાત કર્યો છે. તો બાપુનગરમાં અગમ્ય કારણોસર મહિલાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આ ઉપરાંત શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક વ્યક્તિએ ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કર્યો છે. ચારેય બનાવમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે નાની બાબતોમાં માઠું લાગી આવતા ખોટું પગલું ભરી દે છે. અગમ્ય કારણોસર લોકો જીવન ટૂંકાવી નાખે છે.આમ છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના સતત કિસ્સાઓ સામે આવી રહ્યા છે.આમ એક જ દિવસમાં આત્મહત્યાના 4 કેસો સામે આવતા સભ્ય સમાજ માટે એક ચોંકાવનારો પ્રશ્ન છે.