અમદાવાદ : અમદાવાદીઓને એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની સિટી બસ એટલે કે AMTSના સ્પેશિયલ વર્ધીના (AMTS Rent price) ભાડામાં 25 ટકા જેટલુ ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMTS કમિટી દ્વારા 12 કલાકથી વધુ સમય માટે ભાડે AMTS બસ લેનારાઓ માટે 25 ટકા સુધીના ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, AMTS બસની સ્પેશિયલ વર્ધીના બસના ભાડાનો મુદ્દો સોમવારે મળેલી કમિટીની બેઠકમાં ચર્ચાયો હતો. જેમાં વધુ સમય માટે AMTS બસ ભાડે લેતા લોકોને ભાડામાં રાહત આપવાનો નિર્ણય કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો. જે લોકો 12 કલાક માટે બસ ભાડે લે તેમને 25 ટકા ડિસ્કાઉન્ટ આપવાનું કમિટીની બેઠકમાં નક્કી કરાયું હતું. હાલના દર પ્રમાણે 12 કલાક બસ ભાડે માટે રૂ. 12 હજાર ભાડું ચૂકવવાનું હોય છે. પરંતુ કમિટીમાં નક્કી થયા મુજબ 25 ટકા ડિસ્કાઉન્ટ બાદ નાગરિકોએ 12 કલાક માટે રૂ. 9 હજાર જ ભાડું ચૂકવવાનું રહેશે. આમ, લાંબા સમય માટે ભાડે લેનારા નાગરિકોને ભાડામાં રાહત મળશે.
તમને જણાવી દઈએ કે AMTS દ્વારા જાહેર પરિવહન માટે શહેરમાં AMTS બસ ચલાવવામાં આવે છે. હાલમાં શહેરમાં રોજની સરેરાશ 700 જેટલી બસો રસ્તા પર દોડતી હોય છે, જેમાં રોજના 4 લાખ કરતા પણ વધુ મુસાફરો તેનો લાભ લે છે. રોજિંદા મુસાફરો ઉપરાંત ખાસ પ્રસંગો માટે પણ અમદાવાદના નાગિરકોને AMTSનો લાભ મેળવી શકે તે માટે લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ ખાસ પ્રસંગે સ્પેશિયલ વર્ધીમાં પણ બસો આપવામાં આવતી હોય છે. નાગરિકોએ 12 કલાક માટે રૂ. 9 હજાર જ ભાડું ચૂકવવાનું રહેશે. આમ, લાંબા સમય માટે ભાડે લેનારા નાગરિકોને ભાડામાં રાહત મળશે.