અમદાવાદ : અમદાવાદના બહુચર્ચીત સોલા પોલીસ તોડકાંડનો મામલે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી છે. સોલા પોલીસે કરેલા તોડકાંડને લઈ હાઈકોર્ટે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ તપાસ રિપોર્ટ રજૂ કરવા પોલીસ કમિશનરને આદેશ કર્યો છે. આગામી સપ્તાહમાં તોડકાંડ મામલે સુનાવણી હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં પોલીસે કરેલા તોડકાંડનાં પડઘા પડ્યા હતા, ગુજરાત હાઇકોર્ટે તોડકાંડ મામલે સુઓમોટો કોગનીઝન્સ લીધું હતું. ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનરને વિગતવાર રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે ટ્રાફિક પોલીસે કરેલું આ કૃત્ય અમાનવીય છે. કોઈ દંપતી કેબમાં જઈ રહી હોય અને આ પ્રકારે ચેકીંગનાં નામે બળજબરી કરવી ચિંતાજનક છે.
સોલામાં થયેલા તોડકાંડ બાદ હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી અમદાવાદ કમિશનરને આદેશ આપ્યા છે..કેટલા પોલીસ કર્મીઓ આ ગુનામાં જોડાયેલા છે તેની તમામ વિગત આપવા અમદાવાદ પોલીસ કમિશનરને કોર્ટે નિર્દેશ કર્યો છે. આ અંગે આગામી દિવસોમાં હાઇકોર્ટમાં સુનાવણી થશે.
તમને જણાવી દઈએ કે અમદાવાદમાં થોડાક દિવસો પહેલાં બોપલના રહેવાસી મિલન કેલા વિદેશ યાત્રા કરીને અમદાવાદ એરપોર્ટથી કેબ કરીને પોતાના ઘરે જઈ રહ્યા હતા, તેમની સાથે તેમની પત્ની અને એક વર્ષનું બાળક હતું. તે દરમ્યાન એસપી રિંગ રોડ પર કેટલાક પોલીસ કર્મીઓએ તેમની કારને રોકાવીને ધમકાવીને બે લાખ રૂપિયાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે ત્રણેય પોલીસ કર્મીઓએ પોલીસ યુનિફોર્મ પહેરી હતી અને આ વર્દીમાં તેમણે તોડપાણી કર્યો હતો વેપારીને ડરાવી ધમકાવીને 60 હજાર પડાવ્યા હતા. આ મામલે પોલીસે જ ગુનો નોંધીને ત્રણેયની ધરપકડ કરી હતી.