Saturday, April 18, 2026

રક્ષાબંધન પૂર્વે કેન્દ્ર સરકારની બહેનોને મોટી ભેટ, LPG સિલિન્ડરના ભાવમાં કર્યો ઘટાડો

spot_img
Share

નવી દિલ્હી : રક્ષાબંધન અને ઓણના તહેવાર પર કેન્દ્ર સરકારે બહેનોનો સૌથી મોટી ભેટ આપી છે. આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં LPG સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપતા કહ્યું કે સરકારે LPGના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. PM મોદીએ તહેવાર પહેલા બહેનોને મોટી ભેટ આપી છે. આ સબસિડી ઉજ્જ્વલા યોજના હેઠળ આવતા લાભાર્થીઓને મળશે. આજથી આ નવા ભાવ લાગૂ થઈ ગયા છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી હતી. સરકારે LPG ના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. PM મોદીએ તહેવાર પહેલા બહેનોને મોટી ભેટ આપી છે. આ સબસિડી ઉજ્જ્વલા યોજના હેઠળ આવતા લાભાર્થીઓને મળશે. તેમણે કહ્યું કે 75 લાખ નવા ઉજ્જવલા કનેક્શન મેળવ્યા બાદ આ શ્રેણીના કુલ ગ્રાહકોની સંખ્યા 10 કરોડ 35 લાખ થશે. ઠાકુરે કહ્યું કે એપ્રિલ 2020 થી એપ્રિલ 2022 સુધીમાં સમગ્ર વિશ્વમાં LPG ની કિંમતમાં ત્રણ ગણો વધારો થયો છે. પરંતુ ભારતમાં તેની કિંમત માત્ર 35 ટકા વધી છે. સરકારે પેટ્રોલિયમ કંપનીઓને મદદ કરી.

આજથી આ નવા ભાવ લાગૂ થઈ ગયા છે. એટલે કે જે સિલિન્ડરની કિંમત 1100 રૂપિયા ઉપર હતી, તેમાં 200 રૂપિયાનો ઘટાડો થઈ જશે. આ રાહત સિલિન્ડર પર સબ્સિડી તરીકે આપવામાં આવી શકે છે. દેશમાં 14.2 કિલોગ્રામવાળા LPG સિલિન્ડરના ભારમાં છેલ્લે એક માર્ચ, 2023ના ફેરફાર થયો હતો. ત્યારે સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો હતો. દિલ્હીમાં હાલ 14.2 કિલોના LPG સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા છે. એક ઓગસ્ટે 19.2 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થયો હતો. તેની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...