અમદાવાદ : અમદાવાદ મ્ચુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોળી પ્રગટાવવા મુદ્દે નગરજનોને સલાહ આપી રહ્યું છે કે સાઈડમાં હોળી પ્રગટાવજો કારણ કે રોડ ખરાબ થાય છે. રસ્તા ઉપર ખાડો કરવાથી ડામરવાળા ભાગમાં પોલાણ જેવી પરિસ્થિતિ સર્જાય છે.રસ્તાની એક બાજુ ઇંટો ગોઠવી તેના ઉપર રેતી પાથરી તેની ઉપર હોળી પ્રગટાવવામાં આવે તો રસ્તાને થતું નુકસાન થતું અટકાવી શકાય છે.
રસ્તામાં ખાડા પડી જવાના કારણે ચોમાસાની ઋતુમાં પાણી અંદર ઉતરવાની શકયતાઓ વધી જાય છે. તેના કારણે નીચે ઉતરેલા પાણી નીચેની સરફેસમાં અનેક જગ્યાઓ ઉપર રસ્તાને નુકસાન પહોચાડે છે. આ પછી રસ્તાને સમાર કામ કરવામાં આવે છે. છતાંય રહી ગયેલ પોલાણ વાળી જગ્યામાંથી ચોમાસાની ઋતુમાં વરસાદનું પાણી અંદર ઉતરવાથી રસ્તાને બહુ નુકશાન પહોચે છે. આ નુકશાન થતુ અટકાવવા નાગરીકોને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આવી રીતે રસ્તા પર હોળી પ્રગટાવવી નહી.