Wednesday, June 17, 2026

અમદાવાદમાં મોબાઇલ સ્નેચિંગની ઘટના, વિધાર્થીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને બાઇકચાલક ફરાર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં અવારનવાર લોકોના મોબાઈલ ફોન ચોરી થવાની તેમજ રસ્તે પસાર થતાં રાહદારીઓના હાથમાંથી મોબાઇલ સ્નેચિંગ કરી બાઈક ફરાર થઈ જવાની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે ત્યારે આવી વધુ એક ઘટના અમદાવાદ શહેરમાં સામે આવી છે અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં એક મોબાઇલ સ્નેચિંગની ઘટના સામે આવી છે જેમાં એક વિધાર્થી રોડ પરથી પસાર થઇ રહ્યો હતો એક શખ્સ તેની પાછળથી આવે છે અને તરાપ મારીને મોબાઈલ ફોન ઝૂંટવીને ફરાર થઈ જાય છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના ગુલબાઈ ટેકરા પાસે આવેલી ઈસ્કોન રેસિડેન્સીનો આ બનાવ છે. જેમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના બની છે, એક બાઈક પર આવેલો શખ્સ ગણતરીની સેકન્ડમાં રોડ પરથી પસાર થતા વિદ્યાર્થીના હાથમાંથી મોબાઈલ ફોન તફડાવીને ફરાર થઈ જતો દેખાય છે. આ આખી ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.વિદ્યાર્થી સાથે જ્યારે આ ઘટના બની ત્યારે આ વિસ્તારમાં તે એકલો જ ચાલીને જઈ રહ્યો હતો, જેનો લાભ ઉઠાવીને બાઈક પર આવેલો શખ્સ મોબાઈલ ઝૂટવીને ફરાર થઈ ગયો હતો.

બાઈક પર આવેલા શખ્સને જાણે પહેલેથી જ રેકી કરીને પ્લાન બનાવ્યો હોય તેવું આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જેવો શખ્સ યુવકની નજીક પહોંચે છે કે તરફ બાઈક ધીમું પાડીને વિદ્યાર્થીના હાથમાંથી ફોન ઝૂંટવી લે છે. આ પછી ત્યાંથી યુવક બાઈકની સ્પીડ પ્લાન પ્રમાણે વધારીને ફરાર થઈ જાય છે. આ મામલે હવે તપાસ પણ શરુ કરવામાં આવી છે. આ ઘટના જે કેદ થઈ છે તે સિવાયના CCTVની મદદથી પણ આરોપીની ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...