અમદાવાદ : સોશિયલ મીડિયા (Social media) પર ફરતી કોઈપણ લિંક પર ક્લિક કરતા પહેલા 100 વખત વિચારજો. કારણ કે કોઈ ખોટી લિંક પર ક્લિક કરવાથી તમારું બેન્ક એકાઉન્ટ સફાચટ થઈ શકે છે. હાલમાં જ ટ્રાફિક ચલણ ભરવા માટેની એક લિંક ફરતી થઈ છે, જે ખોટી છે. આ લિંક પોલીસના ધ્યાને આવતા પોલીસે સોશિયલ મીડિયા થકી લોકોને સાવચેત કર્યા છે અને સાચી લિંક કઈ છે તેમજ ખોટી લિંક કઈ છે તેની જાણકારી પણ આપી છે.
જો તમારે ઓનલાઈન ચલણ ભરવાનું હોય તો તેની સાચી લિંક “echallan.parivahan.gov.in” છે. આ સિવાયની કોઈપણ લિંક પર ક્લિક ન કરવું. કારણ કે સાયબર ગઠિયાઓ ઈ-ચલણ કૌભાંડ આચરી રહ્યા છે. તેઓ સરકારી વેબસાઈટને મળતી આવે તેવી જ લિંક ફરતી કરતા હોય છે. જેના કારણે લોકો આસાનીથી તેમની જાળમાં ફસાઈ જાય.
શું સાવચેતી રાખવી ?
મેસેજ આવે ત્યારે ખરાઈ કરો કે તે અસલી છે કે નકલી
મેસેજમાં આવેલી લિંક સાચી છે કે ખોટી તે ચકાસો
કોઈપણ પ્રકારની લિંક પર ક્લિક ન કરવું
ચલણ ભરવા માટે ટ્રાફિક પોલીસનો સંપર્ક કરવો
ઓનલાઈન ચલણ ભરવા સાચી વેબસાઈટ પર જવું
ટ્રાફિક પોલીસની સત્તાવાર વેબસાઈટ પર પેમેન્ટ કરો
ખોટી વેબસાઈટ- “echallanparivahan.in”
સાચી વેબસાઈટ- “echallan.parivahan.gov.in”