29.1 C
Gujarat
Thursday, October 10, 2024

અમદાવાદમાં ફરી AMTS બસે લીધો માસૂમનો જીવ, સાઇકલ સવારને અડફેટે લેતા મોત, લોકોએ બસમાં કરી તોડફોડ

Share

અમદાવાદ : અમદાવાદમાં AMTSની બસો માતેલા સાંઢની જેમ દોડતી હોય છે. BRTS અને AMTS દ્વારા અવારનવાર અકસ્માત સર્જવાની દુર્ઘટના સામે આવતી હોય છે. ત્યારે શહેરમાં ફરી એક વાર AMTS બસે વધુ એક અકસ્માત કર્યો છે. જેમાં એક સાયકલ સવારનું AMTS બસની અડફેટે આવતાં મોત થયું. આ બનાવ બાદ સ્થાનિક લોકોએ બસને રોકીને બસમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર બાબત અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં આજે બપોરના સમયે 20 વર્ષના આસરાના યુવક નિલેશભાઈ કનુભાઈ પરમાર સાયકલ લઈને વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે હીરાવાડી નજીક એએમટીએસ બસની તેઓ આવી ગયા હતા અકસ્માત દરમિયાન તેઓ નીચે પડતા હતા તેમને ગંભીર ઈજા થઈ હતી અને ઘટનાસ્થળે તેમનું મોત નીપજ્યું હતું. હીરાવાડી નજીક બનેલા બનાવો સમય આસપાસ લોકો ભેગા થઈ ગયા હતા અને બસને રોકીને બસમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ બનાવ બાદ લોકોમાં ભારે રોષ હતો અને બસના ચાલક સામે કાર્યવાહી થાય તે માટે પોલીસને જાણ કરી હતી. બીજી તરફ બનાવનાર સ્થળે એમ્બ્યુલન્સને જાણ કરતાં 108 ઘટનાસ્થળે આવી હતી અને યુવકને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર બનાવ અંગે હાલ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી AMTS ડ્રાઇવરને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles