અમદાવાદ : અમદાવાદમાં જાહેર રોડ ઉપર કચરો નાંખનારા સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી શરુ કરી છે.ઉત્તર- પશ્ચિમ ઝોનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેરમાં કિચન વેસ્ટ સહિત કચરો ઠાલવીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરવા બદલ મેમનગર હેલ્મેટ ચાર રસ્તા પાસે આવેલી આવેલી મેફ્લાવર વુમન્સ હોસ્પિટલ અને સનફ્લાવર વુમન્સ હોસ્પિટલ, સહદેવ કેપિટોલ કન્સ્ટ્રકશન સાઈટને રૂ. 25-25 હજાર એમ કુલ રૂ. 75 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જાહેર રોડ પર કચરો, પ્લાસ્ટિક નાખવા બદલ થલતેજ વિસ્તારમાં રિલાયન્સ સ્માર્ટ સુપર મોલ અને મેમનગરમાં ઓશનીક TVS શો રૂમને નોટિસ આપવામાં આવી છે.
AMCના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેર માર્ગો પર ગંદકી કરનારા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર શાકભાજીની લારીઓ, ચાની કીટલી સહિત એકમો સામે પગલાં લેવામાં આવે છે. ઉત્તર પશ્ચિમ ઝોનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા થલતેજ વિસ્તારમાં જાહેર રોડ ઉપર કચરો નાખી અને ગંદકી ફેલાવવા બદલ પાંચ જેટલા ચા-ફોફી શોપ અને રેસ્ટોરન્ટને સીલ મારવામાં આવ્યા છે. જેમાં મોદી કી ચાય, સોનુ કી ચાય, ધ પોટિનરી સહિત પાંચ જગ્યાને સીલ મારવામાં આવી છે. આગામી દિવસોમાં અન્ય એકમોમાં ચેકિંગ કરીને રોડ પર ગંદકી ન્યુસ કરનારા એકમો સામે પગલાં લેવામાં આવશે.