અમદાવાદ : અમદાવાદની શાન ગણાતા SG હાઇવે હવે સલામત નથી. ઈસ્કોનથી ગુજરાત હાઈકોર્ટ વચ્ચેના SG હાઇવે રોડ ઉપર લગભગ ત્રણેક કિમીના અંતરમાં જુદી જુદી 3 જગ્યાએ છેલ્લા 24 કલાકમાં અકસ્માતમાં 5 લોકોનો મોત થયા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના પકવાન બ્રિજ પર વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા હોટલ ગ્રાંડ ભગવતી સામે ડીવાઈડર પરના ઈલેક્ટ્રીક પોલ સાથે કાર અથડાવી હતી. જે બાદ કાર પલ્ટી ખાઈ જતા કારમાં સવાર નવા વાડજના શ્રીનાથ એપાર્ટમેન્ટમાં રહેતા નરેશ પ્રજાપતિ 23 વર્ષના યુવકનું મોત, મિતેષ પ્રજાપતિ 24 વર્ષનું મોત, કૌશલ પ્રજાપતિ 24 વર્ષના યુવકનું મોત થયું હતું. જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
અકસ્માત બાદ રાહદારીઓના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. જેમાં સ્થાનિકો દ્વારા કારમાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.અને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો આ અંગેની જાણ એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી. SG હાઇવે 2 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ડ્રાઇવરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.